તમે હોલીવુડ ફિલ્મ ‘સ્પાઇડરમેન’ તો જોઈ જ હશે, જેમાં એક યુવક દિવાલો પર ચઢી જાય છે. તો આજે અમે એવા જ એક રીઅલ સ્પાઇડર મેન કરીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્પાઇડર મેન ફક્ત 3 વર્ષનો છોકરો છે.
આ છોકરો લોકોના હાથમાંથી ખાવા-પીવાની ચીજો છીનવીને દિવાલ પર ચઢી જાય છે. તેનું આ બાળપણ અને કુશળતાથી લોકો આશ્ચર્યજનક થઈ જાય છે. આ વાત કૈથલ જિલ્લાના પુંડરી શહેરના સંગરૌલી ગામ રહેતા “વિરાટ કૌશિક” નામના બાળકની છે. લોકો તેને વિરાટ નહીં પણ સ્પાઇડર મેન તરીકે ઓળખે છે.
વિરાટના દાદી કહે છે કે, “જ્યારે લોકડાઉન થયું ત્યારે તેણે રમવાનું શરૂ કર્યું. એક દિવસ તે રમતા રમતા દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમે તેના પર વધારે ધ્યાન આપ્યું નહીં. પરંતુ થોડા સમય પછી જોયું તો, વિરાટ દિવાલ પર ચઢીને છતની નજીક ઉભો હતો, ત્યારે અમને ડર લાગ્યો કે તેને નીચે કેવી રીતે ઉતારીશું. પરંતુ તે તેની જાતે જ નીચે ઉતરી ગયો.”
વિરાટ હવે ઘણીવાર દિવાલો પર ચઢીને રમે છે. તેને દિવાલો પર ચઢવું એ કસરત જેવું લાગે છે અને તેને આ કાર્ય કરવાનું ખુબ જ પસંદ છે.
વિરાટ માટે દિવાલો પર ચઢવું એ સામાન્ય બાબત છે. તે દિવાલો પર ચઢીને ઘણી યુક્તિઓ પણ કરે છે. વિરાટ દિવાલ પર ચઢીને તોફાન પણ કરે છે. જ્યારે પણ કોઈ તેને પકડે છે, ત્યારે તે દિવાલ પર ચઢી જાય છે.
દિવાલ પર ચઢવાની વિરાટની ક્ષમતા લોકો માટે એક ચર્ચાનો વિષય બની છે. વિરાટના પિતા ‘પિનાકી શર્મા’ ફૂડ સપ્લાય વિભાગમાં નોકરી કરે છે. અને વિરાટની માતા ‘હુસ્ન શર્મા’ બીડીપીઓમાં કામ કરે છે.
નોકરીના કારણે વિરાટના માતા-પિતા આખો દિવસ ઘરે હોતા નથી, તેથી વિરાટ તેના દાદા અને દાદી સાથે રહે છે અને મસ્તી કરે છે. વિરાટના દાદા ‘હરિકંઠ શર્મા’ કહે છે કે, પહેલા વિરાટને દીવાલ પર ચઢવામાં ડર લાગતો હતો, પરંતુ હવે તે આ કાર્ય સરળતાથી કરે છે.