આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૈસાની જરૂર હોય છે. લોકો પૈસા કમાવવા માટે તનતોડ મહેનત તો કરે છે, પરંતુ તેના છતાં ઘણાં લોકોના જીવનમાં મૂડીની તંગી રહે છે. ખૂબ પૈસા કમાયા બાદ પણ પૈસા અટકતા જ નથી તો આ ઉપાય તમારી મદદ કરી શકે છે.
હિન્દુ ધર્મમાં પીપળો અને તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, પીપળાના પાન અથવા તુલસીના પાનને લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરીને પર્સમાં રાખવાથી પર્સ હંમેશા ભરાયેલું રહે છે.
એવું પણ કહેવામાં આવે છે કે પર્સમાં ચાંદીનો સિક્કો લક્ષ્મીજી મંત્રથી અભિમંત્રિત કરીને પર્સમાં રાખવાથી પણ આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
એવી પણ માન્યતા છે તે પર્સમાં લક્ષ્મીની તસવીર રાખવાથી ક્યારેય પણ પૈસાની તંગી નથી થતી. લક્ષ્મીની તસવીર રાખતા સમય ધ્યાન રાખો કે તેમની આ તસવીર બેસેલી મુદ્રામાં હોવી જોઈએ.