તબીબને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ડોક્ટર અનેક દર્દીના ઓપરેશન અને ટ્રીટમેન્ટ કરીને તેનો જીવ બચાવે છે. ગત દિવસોમાં કોરોના કાળ દરમિયાન ડોક્ટરોએ દિવસ રાત દર્દીઓની સેવા કરી. આ દમિયાન અનેક ડોક્ટરો મહિનાઓ સુધી પોતાના ઘર અને પરિવારના લોકોથી દૂર રહ્યાં. વિશ્વભરમાં તે ડોક્ટરોના કામની પ્રશંસા કરવામાં આવી. હાલમાં જ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની હોસ્પિટલથી એક અનોખો મામલો સામે આવ્યો છે. પૂર્વાંચલના એમ્સ કહેવામાં આવતા બીએચયૂનું ટ્રામા સેન્ટર હાલના દિવસોમાં ખૂબ ચર્ચમાં છવાયેલું છે.
માહિતી અનુસાર, બીએચયૂ હોસ્પટિલમાં દાંતનું એક ગંભીર ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યારે લાઈટ જતી રહી. આ દરમિયાન જનરેટર પણ કામ નહતું કરી રહ્યું. આવી સ્થિતિમાં ડોક્ટરોની ટીમે પોતપોતાની મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને ઓપરેશન પૂરૂ કર્યું. આ ઓપરેશનની કેટલીક તસવીર સોશિયલ મીડિયાં પર વાયરલ થઈ રહી છે.
મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં કર્યું ઓપરેશન
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટાને બીએચયૂ હોસ્પિટલના ટ્રામા સેન્ટર પરિસરમાં સ્થિત દાંત ચિકિત્સા સાયન્સ ફેકલ્ટીના જણાવવા આવી રહ્યાં છે. તમે આ ફોટામાં તમે જોઈ શકો છો કે અંધારામાં મોબાઈલ ટોર્ચના પ્રકારમાં ડોક્ટર ઓપરેશન કરતા જોવા મળી રહ્યાં છે. આ વિશે બીએચયૂના દાંત ચિકિત્સા વિજ્ઞાન ફેકલ્ટીના પ્રમુખ પ્રોફેસર વિનય કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે ઘટનાની જાણકારી મંગળવારે સવારે થઈ છે અને તેને પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રોફેસર વિનય કુમાર શ્રીવાસ્તવનું કહેવું છે કે લાઈટ જવાની જાણકારી પહેલાથી જ આપી દેવામાં આવી હતી. આ દરમિયાન ઓટી લગાવવામાં આવી અથવા ઓટીમાં શું સમસ્યા આવી છે. તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે નોટિસ પછી જ બધાં લોકોથી પૂછપરછ કરવામાં આવશે અને ફરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલ પ્રશાસનમાં હડકંપ
જનરેટર હોવા છતાં આપરેશન થિયેટરમાં લાઈટ ન રહેવી બેદરકારી માનવામાં આવી રહી છે. આથી એમ્સની સુવિધાઓ પૂરી પાડનારા બીએચયૂની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. જેવી જ આ ઘટના સામે આવી હોસ્પિટલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. તસવીર સામે આવ્યાં પછી લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે ડોક્ટરોથી આ પ્રકારની બેદરકારીની આશા નહતી. આવું કરવું દર્દીના જીવ સાથે જોખમ હતો.