આ વર્ષે દશેરાનો તહેવાર 25 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. દશેરા હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અસત્ય ઉપર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર આસો મહિના શુક્લ પક્ષની દશમની તિથિના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ. આ કાર્યો કરવાથી જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તો ચાલો જાણીએ દશેરાના દિવસે ક્યાં કર્યો કરવા જોઈએ.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું વિધાન છે. ભયથી મુક્તિ મેળવવા માટે દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરો.
દશેરાના દિવસે અધર્મ પર ધર્મની જીત મેળવવા માટે આ દિવસે શમી વૃક્ષની પૂજા કરો.
દશેરાના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને તમારી ક્ષમતા પ્રમાણે ખોરાક અથવા કોઈ અન્ય વસ્તુઓનું દાન કરવું જોઇએ. આ કરવાથી તમને માતા અન્નપૂર્ણાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દશેરાના દિવસે તમારે પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરવી જોઈએ. આ કરવાથી તમને ભગવાન રામની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
દશેરાના દિવસે આર્થિક પ્રગતિ માટે તમારી ક્ષમતા અનુસાર ગુપ્ત દાન કરવું જોઈએ. પરંતુ આ બાબત ધ્યાનમાં રાખો કે, દાન ગુપ્ત રીતે કરવું.
દશેરાના દિવસે રાવણને સળગાવ્યા પછી જો તમને તેમાંથી લાકડું મળે, તો તેને તમારા ઘરે લાવવું અને તેને સુરક્ષિત રીતે રાખવું જોઈએ. આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
દશેરાના દિવસે માતા દુર્ગાના પગને લાલ કાપડથી લુછવા જોઈએ અને તે પછી આ કપડાને તમારી તિજોરીમાં મૂકી દેવું. આ કરવાથી તમને ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય.
દશેરાના દિવસે રાવણના દહન પછી, ઘરે આવી તમારા ઘરના વડીલોના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા. આ કરવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
દશેરાના દિવસે રાવણને સળગાવ્યા પછી પાન ખાવું જોઇએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.