દૂધથી જૂના ફર્નિચરની આવી રીતે સફાઈ કરશો તો, થઈ જશે એકદમ ચમકદાર અને નવું જ ફર્નિચર…

જીવન શૈલી

દૂધ એ એક એવી ચીજ છે, જે દરેક લોકોના ઘરમાં જોવા મળે છે. દૂધ એ ભારતીયોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે, ઘણા લોકો તેમના દિવસની શરૂઆત દૂધ, દૂધમાંથી બનેલી ચા અથવા કોફી પીઈને જ કરે છે. પરંતુ દૂધને ફક્ત પીવા માટે જ ઉપયોગી નથી, પરંતુ આપણી રોજિંદા કાર્યોને વધુ સરળ બનાવવામાં પણ તે ઉપયોગી છે. તો જાણો દૂધના આશ્ચર્યજનક ફાયદાઓ વિષે.

શાળાએ જતા બાળકોના કપડા પર શાહીના ડાઘ વધારે પડતા હોય છે, પરંતુ ડાઘોને કાઢવા મુશ્કેલ હોય છે. જો તમે દૂધમાં લીંબુનો રસ મિક્સ કરી અને તેને ડાઘ પર લગાવીને આખી રાત સુધી રહેવા દો અને સવારે ધોઈ લો, આમ કરવાથી શાહીનો ડાઘ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.

જો તમારે અચાનક કોઈ ફંક્શનમાં જવું હોય અને તમારા બુટ (શૂઝ) ગંદા થઈ ગયા હોય, તો પરેશાન થવાને બદલે, એક સ્વચ્છ કપડું લો અને તેને દૂધમાં પલાળીને શુઝ સાફ કરો. આમ કરવાથી તમારા બુટ નવા બુટની જેમ ચમકશે.

જો તમે ઇચ્છો છો કે, તમારા બગીચામાં નવા છોડને પુષ્કળ પોષણ મળે અને સારી વૃદ્ધિ થાય, તો પછી પાણીની એક ડોલમાં 500 ml દૂધ મિક્સ કરો અને તેને છોડના ક્યારામાં રેડી દો. આ કરવાથી કોઈ અકુદરતી ખાતરની જરૂર પડશે નહીં અને છોડ ખૂબ જ ઝડપથી વધશે.

જો તમે ચિંતિત છો કે, જ્યારે પણ તમે ઘરે મકાઈનું શાક બનાવો છો, અને તે હોટલની જેવું  ટેસ્ટી લાગતું નથી, તો આ વખતે મકાઈના શાકમાં થોડું દૂધ નાખો. મકાઈના શાકમાં પાણીને બદલે દૂધ અને પાણી મિક્સ કરીને નાખવું. આ તમારા મકાઈના શાકનો સ્વાદ વધારશે.

જો તમારા ઘરનું ફર્નિચર જૂનું દેખાઈ રહ્યું છે, તો પછી દૂધની મદદથી, તેને નવા ફર્નિચરની જેમ ચમકવી શકો છો. ફર્નિચરને સાફ કરવા માટે, દૂધ અને લીંબુના રસનું મિશ્રણ બનાવો અને તે મિશ્રણમાં સ્વચ્છ કાપડ પલાળીને ફર્નિચર પર ઘસો. આમ કરવાથી ફર્નિચરની ખોવાયેલી ચમક ફરી પછી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *