મોટાભાગના લોકો તેમના સ્વાસ્થ્યને નક્કર રાખવા માટે દૂધ પીવે છે. પરંતુ ઘણા લોકો દૂધ પીવામા કેટલીક ભૂલો કરે છે, જેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે દૂધ પીવાના સંપૂર્ણ લાભ માટે તમારે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
૧) ઘણા લોકોને ભોજન પછી દૂધ પીવાની ટેવ હોય છે. પરંતુ ખોરાક ખાધા પછી તરત જ દૂધનુ સેવન ન કરો. આને પચવામા સમય લાગે છે અને તમને પેટ ભારે લાગે છે.
૨) જ્યારે પણ તમે જમ્યા પછી દૂધ પીતા હોવ તો માત્ર અડધુ ભોજન ન કરવું નહિતર તમે પાચનની સમસ્યાને કારણે પરેશાન થઈ શકો છો. ખાસ કરીને રાત્રે તેની કાળજી લો.
૩) ખાટી કે તળેલી વસ્તુઓનુ સેવન દૂધ પીધાના અડધા કલાક પહેલા અથવા દૂધ પીધા પછી કરો. જો આ ન કરવામા આવે તો બ્લોટીગ અથવા ઓડકારની સમસ્યા થઈ શકે છે.
૪) ડુંગળી અને રીંગણા સાથે દૂધનુ સેવન ન કરો. તેમા રહેલા રસાયણો એકબીજા સાથે ક્રિયા કરીને ત્વચાના રોગોનુ કારણ બની શકે છે. તેથી તેમના સેવનમા થોડો સમયનો તફાવત રાખો.
૫) માછલી અથવા માંસ સાથે દૂધ ક્યારેય ન લો. આ તમારી ત્વચા પર સફેદ ફોલ્લીઓ અથવા લ્યુકોડર્માનુ કારણ બની શકે છે. આ સિવાય બંનેમા પ્રોટીન હોય છે જેના કારણે પાચનમા ઘણો સમય લાગે છે.
૬) જો તમે શક્તિ અને પોષણ માટે દૂધ પીતા હોવ તો ગાયનુ દૂધ લો. પરંતુ જો તમારે વજન વધારવુ હોય તો ભેંસના દૂધનો ઉપયોગ કરો. પરંતુ ભેંસનુ દૂધ કફ વધારવાનુ કામ કરે છે આને ધ્યાનમા રાખો.

૭) ક્યારેય ઠંડુ દૂધ ન પીવો અથવા તેમાં ખાંડનો ઉપયોગ ન કરવો. ઠંડુ દૂધ ધીમે-ધીમે પચે છે જેના કારણે પેટમા ગેસ થઈ શકે છે. ખાંડ પોષક તત્વોને વિખેરી નાખે છે અને પાચનમા સમસ્યા પેદા કરે છે.