દૂધ ઉકાળતી વખતે અપનાવશો આ ટિપ્સ તો ક્યારેય નહીં ઉભરાય દૂધ, અને થશે જાડી મલાઈ…

જીવન શૈલી

દૂધનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ દૂધ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. તમારી સાથે પણ એવું બન્યું હશે કે, દૂધ ઉકળતા સમયે તે ઉભરાઈ જાય છે. અને ક્યારેક ઉકાળેલું દૂધ અને નીચે ઢોળાઈ જાય છે. પરંતુ આજે અમે તમારું આ ટેન્શન દૂર કરવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને દૂધને ઉકાળવા માટેની સંપૂર્ણ રીત જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ રીતે દૂધ ઉકાળશો, તો દૂધ યોગ્ય રીતે બોઇલ થશે અને તેના ઉપર જાડી તર (મલાઈ) થશે.

દૂધને ઉકાળવા માટે હંમેશાં જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો. આ વાસણમાં દૂધને ખૂબ સારી રીતે ઉકાળશે.

યાદ રાખો કે,તપેલીમાં દૂધ ઉમેરતા પહેલા, તેમાં થોડું પાણી નાખો. તેનાથી દૂધ તળિયે ચોંટતું નથી અને મલાઈ પણ ઉપર જ એકઠી થઈ જાય છે.

હવે તપેલીના કાંઠા પર થોડું ઘી લગાવી દો, જેથી દૂધ ઉકળતા સમયે તે ઉભરાઈને ઢોળાઈ ન જાય. હવે ધીમા ગેસ પર દૂધ ઉકળવા દો.

યાદ રાખો કે, હંમેશાં મધ્યમ ગેસ પર જ દૂધ ઉકાળો. એકવાર દૂધ ઉકળી જાય એટલે ગેસને ધીમો કરી દો અને પછી 2-3-.મિનિટ સુધી રહેવા દો.

આપણે દૂધમાં ઉભરો આવી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દઈએ છીએ. પરંતુ દૂધને સારી રીતે ઉકાળવા દેવું જોઈએ. જ્યારે દૂધ ઉકળી જાય ત્યારે જ ગેસ બંધ કરવો જોઈએ.

દૂધ ઉકળી જય પછી તેને નીચે ઉતારો અને પછી તેને ઠંડુ થવા દો. થોડું ઠડું થઈ જાય ત્યાર પછી જ તેને રેફ્રિજરેટર મૂકવું જોઈએ. તમે તેના પર છિદ્રોવાળી પ્લેટ ઢાંકી શકો છો.

આ પછી, દૂધને રેફ્રિજરેટરમાં 5-6 કલાક સુધી રહેવા દો. પાંચથી છ કલાક વીતી ગયા પછી, દૂધના વાસણને ફ્રિજમાથી  બહાર કાઢો અને ચમચીની મદદથી મલાઈને કાઢી લો.

આ મલાઈને ફ્રિજમાં મુકવી. 15 દિવસ સુધી મલાઈ એકત્રિત થયા પછી તમે તેમાંથી માખણ, ઘી અથવા પનીર બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *