આ 62 વર્ષીય ગુજરાતી બા દૂધ વેચીને કરે છે કરોડોની કમાણી, દર મહિને 3 લાખ 50 હજાર રૂપિયા જેટલી કમાણી કરી રહ્યા છે.

0
304

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની મહિલા નવલબેને એક રેકોર્ડ બનાવ્યો છે. એવા સમયે જ્યારે મોટાભાગના લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે ત્યારે નવલબેન દૂધનો ધંધો કરી લાખોની કમાણી કરી રહ્યા છે.

નવલબેન 62 વર્ષનાં છે. તે પશુપાલન અને દૂધ ઉત્પાદન કરીને પોતાનો ધંધો કરે છે. તે આ કામ એકલા જ કરે છે. વર્ષ 2020 માં તેણે 1 કરોડ 10 લાખનું દૂધ વેચી દીધું છે. નવલબેન ક્યારેય સ્કૂલે ગયા નથી અને ભણેલા નથી. પરંતુ, તે પશુ પાલનથી સંપૂર્ણ વાકેફ છે.

નવલબેન પાસે આજે 80 ભેંસ અને 45 ગાય છે. તેમને દરરોજ 1000 લિટર દૂધ મળે છે. તે દૂધ વેચીને દર મહિને 3 લાખ 50 હજાર રૂપિયાનો નફો મેળવે છે. ગામમાં તેની પોતાની ડેરી છે, જ્યાં 11 લોકોને રોજગાર પણ મળે છે.

નવલબેન આ કામ એકલા કરે છે. તેમના 4 બાળકો છે, જે શહેરમાં રહે છે અને ત્યાં અભ્યાસ કરે છે. નવલબેને વર્ષ 2019 માં પણ 87.95 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું હતું. નવલબેનને 2 લક્ષ્મી એવોર્ડ અને અન્ય બિજા 2 એવોર્ડ પણ મળી ચુકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here