દુધી બજારમાં સરળતાથી મળી રહે છે. ઘણી જગ્યાએ તેને ‘ઘીઆ’ પણ કહેવામાં આવે છે. દૂધીનું શાક સુકુ અથવા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. લોકો દુધીનો હલવો પણ બનાવે છે. મોટાભાગના લોકો દૂધીનું શાક ખાવાનું પસંદ કરતા નથી. શું તમને ખબર છે દુધી તો ફાયદાકારક છે જ પરંતુ તેની છાલ પણ આરોગ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક છે. તેથી, સ્વાદ માટે નહિ પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે દુધીનું શાક ખાવું જ જોઈએ.
ઉનાળાના દિવસોમાં મોટાભાગે પગના તળિયાં બળતા હોય છે. દુધીની છાલને પગના તળિયામાં ઘસવાથી બળતરાથી રાહત મળે છે. શરીરની ત્વચા પર થતી બળતરા માટે પણ દુધીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉનાળામાં સૂર્યના કિરણોને કારણે આપણી ત્વચા કાળી પડી જાય છે, જેને ‘સનબર્ન અથવા ટેનિંગ’ કહેવામાં આવે છે. દુધીની છાલની પેસ્ટ લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. ત્વચા પર થોડા સમય માટે દુધીના છાલની પેસ્ટ લગાવો અને થોડીવાર પછી પાણીથી ધોઈ લો. દુધીના ટુકડાને મોઢા પર ઘસવાથી ત્વચા સારી બને છે.
દુધીની છાલનો પાઉડર ફાયદાકારક છે. દુધીની છાલ સુકાવીને તેનો પાવડર બનાવી રોજ દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી આપણા સ્વાસ્થ્યને નુકશાન થતું નથી.
વજન વધારાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દુધીનો રસ ફાયદાકારક છે. રોજ દુધીનો રસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે અને ત્વચા સુંદર બને છે. જો તમે દૂધીનું શાક ખાવા નથી માંગતા, તો તમે તેનો રસ પી શકો છો.