ડુંગળી લગભગ દરેક શાકભાજી સાથે ઉમેરવામા આવે છે. તેને સલાડ તરીકે કાચા પણ ખાવામા આવે છે. લીલી અને સુકી ડુંગળી બંનેનો ઉપયોગ થાય છે. ડુંગળીના ઉપયોગથી ખોરાકનો સ્વાદ વધે છે પરંતુ તે માત્ર ખોરાકને જ સ્વાદિષ્ટ નથી બનવતો. તેમા ઘણા ઉતમ તત્વો શામેલ છે જે શરીરને પોષણ આપે છે સાથે સાથે તે અનેક રોગોની દવા તરીકે પણ કામ કરે છે. તે ખોરાકને પચાવવામા મદદ કરે છે અને શરીરની શક્તિમા વધારો કરે છે. ડુંગળી એ એક સારો રક્ત વિકાર નાશક પણ છે.
ડુંગળીના રસના ફાયદાઓ :–
૧) લોહીના વિકારો દૂર કરવા માટે ૫૦ ગ્રામ ડુંગળીના રસમા ૧૦ ગ્રામ ખાંડ અને ૧ ગ્રામ શેકેલ સફેદ જીરુ ભેળવી દો.
૨) કબજિયાતની સારવાર માટે દરરોજ એક ડુંગળી ખાવી જરૂરી છે. જો અપચોની ફરિયાદ હોય તો ડુંગળીના નાના ટુકડા કરીને તેમા એક લીબુનો રસ ભેળવીને ભોજનની સાથે આનુ સેવન કરો.
૩) બાળકોને અપચાની સ્થિતિમા ડુંગળીના રસના ત્રણથી ચાર ટીપા ચાટવાથી ફાયદો થાય છે. અતિસારની ઉપચાર માટે ડુંગળીને પીસીને દર્દીની નાભિ પર લગાવો અથવા કપડા પર ફેલાવો અને નાભિ પર બાંધી લો.
૪) જો કોલેરામા ઉલટી અને ઝાડા થાય ત્યારે કલાકે-કલાકે ડુંગળીના રસમાં થોડુ મીઠુ નાખી પીવાથી દર્દીને રાહત મળે છે. દર ૧૫-૧૫ મિનિટ પછી ડુંગળીના રસના ૧૦ ટીપા અથવા ૧૦-૧૦ મિનિટ પછી ડુંગળી અને ફુદીનાનો એક ચમચી રસ પીવાથી કોલેરાના રોગમા રાહત થાય છે.
૫) જો કોલેરા થયો હોય તો સાવચેતી રૂપે એક કપ સોડાના પાણીમા એક કપ ડુંગળીનો રસ, લીંબુનો રસ, થોડું મીઠું, થોડા કાળા મરી અને થોડો આદુનો રસ પીવો, આ પાચનમા સુધારણા કરશે.
૬) બાર ગ્રામ ડુંગળીના ટુકડા એક લીટર પાણીમા નાંખો અને ઉકાળો બનાવી તેને દિવસમા ત્રણવાર નિયમિત પીવાથી પેશાબની સમસ્યા દૂર થાય છે. આનાથી પેશાબ ખુલીને આવે છે.
૭) ખાંસી, શ્વાસ, ગળા અને ફેફસાના રોગો અને કાકડા માટે ડુંગળી ખાવથી રાહત થાય છે.
૮) ડુંગળી કમળાના નિદાનમા પણ મદદગાર છે. આ માટે આમળાના આકારની અડધો કિલો ડુંગળી કાપીને સરકોમા નાંખો તેમા થોડુ મીઠું અને મરી ઉમેરો. રોજ સવારે અને સાંજે એક ડુંગળી ખાવાથી કમળો મટે છે.
૯) ડુંગળીને બારીક પીસીને પગના તળિયા પર લગાવવાથી હીટ સ્ટ્રોકથી થતા માથાના દુખાવામા રાહત મળે છે.
૧૦) જો કાનમા દુ:ખાવો થતો હોય કે સોજો આવી જતો હોય તો ડુંગળી અને અળસીના રસના કાનમા બે ટીપા નાખવાથી રાહત મળે છે. જો કોઈ ભાગ અગ્નિથી બળી જાય તો ડુંગળીને કાપીને અસરગ્રસ્ત વિસ્તારમા તરત જ લગાવી દેવી.