Homeખબરગજબ હો ! સાસરે દુલ્હન નો ભાઈ બની પહોચ્યોં પ્રેમી, રાત્રે...

ગજબ હો ! સાસરે દુલ્હન નો ભાઈ બની પહોચ્યોં પ્રેમી, રાત્રે દુલ્હન સાથે પૈસા લઈને ફરાર

ઉત્તર પ્રદેશમાં એક નવવધૂ ને તેના સાસરે થી પ્રેમી ભગાવી ગયો. સાસુ-સસરાએ તેમની નવી પુત્રવધૂના પ્રેમીની સારી સેવા કરી અને એક દિવસ માટે તેને તેમના ઘરે પણ રાખ્યો. પરંતુ રાત્રે ઘરની પુત્રવધૂ ભાગી ગઈ . હકીકતમાં, નવવધૂ એ પ્રેમીની ઓળખ તેના સાસરાવાળામાં  ભાઈ તરીકે કરી હતી. જે પછી, સાસરીવાળા એ  પ્રેમી ને વહુનો ભાઇ સમજી ને  સારી સેવા કરી. જેના પછી પ્રેમી અને પુત્રવધૂ બંને ઘરમાંથી ભાગી છૂટ્યા હતા. જે હજુ સુધી મળ્યા નથી. 

પોલીસના જણાવ્યા મુજબ, ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદમાં લગ્નના બીજા દિવસે નવવધૂ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે નવવધૂ નો ભાઈ સાસરે પહોંચ્યો હતો ત્યારથી નવવધૂ અને પ્રેમી ગુમ છે. જ્યારે સાસરિયાઓને ઘરમાં દુલ્હન અને તેના કહેવાતા ભાઈ મળ્યા નહીં, ત્યારે સાસરિયાઓએ આખા ઘરની શોધખોળ કરી. પરંતુ શોધખોળ બાદ પણ બંને ઘરે મળ્યા ન હતા. જે બાદ યુવતીનો પતિ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નારાજ પતિએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતા જણાવ્યું હતું કે તેની પત્ની ઘરેથી ગુમ છે. એક યુવાન ઘેર આવ્યો. જેણે પોતાની જાતને મારી પત્નીનો ભાઈ કહ્યો. પરંતુ રાત પડતાં જ બંને ભાગી ગયા હતા. જોકે ફરિયાદ લખ્યા બાદ પણ પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. જેના કારણે પતિ વારંવાર પોલીસ સ્ટેશન પહોંચીને પત્નીને શોધવાની વિનંતી કરતો હતો.

પીડિતાના કહેવા મુજબ, તેના લગ્ન 25 નવેમ્બરના રોજ થયા હતા. લગ્ન બાદ યુવક તેની કન્યાને તેની સાથે ઘરે લઈ આવ્યો હતો. જે બાદ બાકીની વિધિ કરવામાં આવી હતી. 28 નવેમ્બરના રોજ, દુલ્હનનો પ્રેમી તેનો ભાઈ બની ને આવ્યો રાત્રે દુલ્હન તેના પ્રેમી સાગર નિવાસી નાગલા તુર્કીયા સાથે પલાયન થઈ ગઈ હતી. તે બંને રોકડ અને ઝવેરાત લઇને ભાગી ગયા છે. બીજે દિવસે સવારે જ્યારે ઘરના સભ્યો જાગી ગયા, ત્યારે કન્યા અને તેનો કથિત ભાઈને મકાનમાં મળ્યા ન હતા. જે બાદ બધા પરેશાન થઈ ગયા. તેણે તરત જ દુલ્હનના પરિવારને ફોન કર્યો. જે બાદ દુલ્હનનો પરિવાર ગામમાં પહોંચ્યો હતો અને કહ્યું હતું કે તેમને ત્યાંથી વહુનો કોઈ ભાઈ મોકલ્યો નથી.

આ પછી, દુલ્હનની માતા અને ગુસ્સે થયેલા પતિએ પોલીસ મથકમાં અલગ અલગ કેસ નોંધાવ્યો છે. પીડિતાના પતિનો આરોપ છે કે તેણે બનાવના બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મંગળવારે પીડિતા તેના પરિવાર અને કન્યાની માતા સાથે ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને દુલ્હનની શોધ કરવાનું કહ્યું હતું. જે બાદ પોલીસે તેમને ખાતરી આપી છે કે તેઓ જલ્દીથી દુલ્હન શોધી લેશે. આરોપી છોકરા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments