Homeખબરએક બાપનો સંધર્ષઃ ઘર તૂટ્યું, પત્ની ભાગી ગઈ, રિક્ષાને ઘર બનાવીને રોડ...

એક બાપનો સંધર્ષઃ ઘર તૂટ્યું, પત્ની ભાગી ગઈ, રિક્ષાને ઘર બનાવીને રોડ ઉપર બાળકોને ભણાવી રહ્યો છે બાપ

સરકાર વિકાસના નામે ગરીબોના મકાનો તો તોડી નાંખે છે પરંતુ તેમના પુનર્વસનની યોજના કરવાનું ભૂલી જાય છે. કેટલાક લોકોને વળતરની નિયત રકમમાંથી અમુક રકમ જ મળે છે અને અમુક અધિકારીઓ તેમા પણ ભાગ પાડી જાય છે, પણ શું મકાન બનાવવું એટલું સરળ છે? દેશના દરેક શહેરમાં બેઘર લોકો ફરતા જોવા મળે છે. કેટલાક લોકો પાસે કામ છે પણ ઘર નથી, કેટલાક લોકો તો આખો દિવસ કામ કર્યા પછી ખાઈને ફૂટપાથને પોતાનું ઘર બનાવી લે છે.

ગુજરાત પેજએ એક હૃદયસ્પર્શી તસવીર શેર કરી હતી. આ એક તસવીર દેશભરના ઘણા લોકોની કહાની અને પરિસ્થિતિ કહી રહી છે. 38 વર્ષીય ગણેશ સાહુ એક ગરીબ બાપ છે, જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે પેડલ રિક્ષા ચલાવે છે.

ગણેશને બે બાળકો છે-9 વર્ષની પુત્રી ગંગા અને 7 વર્ષનો પુત્ર અરુણ. ગંગા અને અરુણની માતા તેમને અરુણ પાસે જ છોડીને કયાક ચાલી ગઈ છે. અતિક્રમણમાં ગણેશનું ઝૂંપડું તૂટી ગયું હતું. મજબૂરીમાં તેણે રિક્ષાને પોતાનું ઘર બનાવવું પડ્યું. બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા માટે, ગણેશ તેમને રસ્તાની બાજુમાં ચાદર પાથરીને ભણાવે છે.

જો ગણેશ એક દિવસ રિક્ષા ન ચલાવે તો તેના બાળકોને એક સમયનું ભોજન પણ નહીં મળે અને છતાં ગણેશ તેના બાળકોને ભણાવવા માંગે છે. કારણ કે હાલના સમયમાં અભ્યાસનુ ખુબજ મહત્વ છે અને ગણેશ નથી ઇચ્છતો કે તેના બાળકો પાછળ રહી જાય, ગણેશ માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments