Homeસ્ટોરીસત્યઘટનાઃ માત્ર 15 વર્ષનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો...

સત્યઘટનાઃ માત્ર 15 વર્ષનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો અને અદાલતમાં લાવવામાં આવ્યો

આ ઘટના ફ્લોરિડા ની છે, પણ ભારત મા પણ આવા કિસ્સા બનતા હોય તો ધ્યાન રાખવા જેવી બાબત છે. જ્યાં માત્ર પંદર વરહનો છોકરો મોટા સ્ટોર માંથી ચોરી કરતાં પકડાઈ ગયો, સ્ટોર કીપર ની ધરપકડથી બચવા ભાગવાના પ્રયાસમાં એણે સ્ટોરનો એક કાચ પણ તોડી નાખ્યો, છતાં પણ પકડાઈ જતા પોલીસના હવાલે કરી અદાલતના કઠેરા માં લાવવામાં આવ્યો,

જજ સાહેબે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યુંઃ શુ તે ખરેખર સ્ટોર માંથી કાંઈ ચોરી કરી છે..??

છોકરાએ માથું નીચે ઝુકાવી કહ્યું બ્રેડ અને અને પનીરનું પેકેટ

જજ:- કેમ

છોકરો:- મારે જરૂર હતી

જજ:– ખરીદી લેવું જોઇએ ને..?

છોકરો :– પૈસા હતા નહીં..

જજ:- ઘર વાળા પાસેથી લઈ લેવા જોઈએ ને ?

છોકરો :- ઘરમાં ફક્ત માં છે અને એ પણ બીમાર અને બેરોજગાર છે, બ્રેડ અને પનીર પણ એના માટે જ ચોર્યા હતા.

જજ – તું કાંઈ કામ ધંધો નથી કરતો ?

છોકરો- એક ગેરેજ માં કાર વોશ કરતો હતો પણ માં ની દેખભાળ કરવા એક દિવસની રજા લીધી હતી તો નોકરી માંથી મને કાઢી મુક્યો !

જજ:- ચોરી કરતા પહેલા કોઈની મદદ માંગી લીધી હોત તો ?

છોકરો:- સવારથી ઘરેથી નીકળ્યો હતો લગભગ પચાસેક લોકો પાસે મદદ માંગી અને આખરે નહિ મળવાને કારણે મેં આ પગલું ભર્યું હતું !

આરોપી સાથે પૂછપરછ પુરી થયા પછી જજે ફેંસલો સંભળાવવા નું શરૂ:- આ ઉંમરે દીકરાને બીમાર માં માટે બ્રેડ અને પનીરની ચોરી કરવી પડે એ વાત શરમજનક ગુનો છે અને આ ગુના માટે આપણે સૌ જવાબદર છીએ !

અદાલતમાં હાજર હરેક વ્યક્તિ કોર્ટ સહિત અને અમે પણ આવી વ્યથા માટે જવાબદારી છીએ એટલા માટે અહીં હાજર હરેક વ્યક્તિ ઉપર દસ-દસ ડોલરનો દંડ લગાવવામાં આવે છે, દસ ડોલર દીધા વગર કોઈ વ્યક્તિ અહીં થી બહાર જઈ નહીં શકે. એવું કહીને જજ સાહેબે પણ પોતાના ખિસ્સા માંથી કાઢ્યા અને ફરી લખવાનું શરૂ કર્યું, આ સિવાય હું સ્ટોર ઉપર એક હજાર ડોલરનો દંડ કરું છું એટલા માટે કે એણે એક ભુખ્યા બાળક સાથે ગેર ઇન્સાનિયત વર્તુણક કરી પોલીસને હવાલે કર્યો છે !

જો ચોવીસ કલાકમાં દંડ જમા નથી કરાવ્યો તો કોર્ટ સ્ટોરને સીલ કરવાનો હુકમ આપી દેશે ! દંડ ની સપૂર્ણ રકમ આ છોકરાને આપી કોર્ટે છોકરા પાસે સામાજિક પરિસ્થિતિ બદલ માફી માંગી !

ફેંસલો સંભળાવ્યા બાદ કોર્ટમાં હાજર લોકોની આંખો માંથી આંસુ વરસી રહ્યા હતા અને છોકરાના ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો હતો એ છોકરો વારંવાર જજ સામે જોઈ રહ્યો હતો અને પોતાના આંસુ છુપાવી બહાર નીકળી ગયો.

શુ આપણા દેશમાં કચારેય પણ આજ સુધી માં એવો નિર્ણય થયો..? આવા સંવેદનશીલ અને ઈમાનદાર ન્યાયિક ચરિત્રવાન જજ આપણા દેશમાં નથી…??

કદાચ એટલા માટે આપણા દેશમાં તો 20-20 અને 25-25 વરહ પછી પણ જ્યારે કોઈ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો પણ એને માત્રને માત્ર માનનીય કોર્ટ પોતાની રહેમત સમજી છોડી મુકવાને પણ ઉપકાર માને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments