માત્ર એક વર્ષની ઉંમરમાં આ ટેણીયો જીવે છે સ્ટાર્સ જેવી જીંદગી, દર મહીને કમાય છે 75,000 રૂપિયા અને 45 વાર કરી ચૂક્યો છે હવાઈ યાત્રા

204

એક વર્ષની ઉંમરમાં બાળકો શુ કરી પણ શકે ? આ ઉંમરનું બાળક રડે છે, દૂધ પીવે છે, થોડી મજા કરે છે અને સૂઈ જાય છે. આટલા નાની ઉંમરના બાળકો પાસે આનાથી વધુ કંઈ અપેક્ષા પણ નથી હોતી. માતા-પિતા પણ આ ઉંમરે બાળકોને વધારે બહાર નથી લઈ જતા, એ વિચારીને કે બાળકની તબિયત બગડે નહીં, પરંતુ આ અમેરિકન બાળક તેની ઉંમરના અન્ય તમામ બાળકોથી અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એક વર્ષનો બાળક દર મહિને 75 હજાર રૂપિયા કમાય છે.

આટલું જ નહીં, કમાણી સાથે તે દુનિયાભરમાં પણ ફરે છે. અમેરિકામાં રહેતા લોકો આ બાળકને બેબી બ્રિગ્સ તરીકે ઓળખે છે. તેની ઉંમર માત્ર 1 વર્ષની છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા સ્ટાર જેવી છે. આ બાળકે અત્યાર સુધીમાં અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉતાહ અને ઇડાહો સહિત 16 યુએસ રાજ્યોની મુલાકાત લીધી છે. આ સાથે, તેણે અત્યાર સુધીમાં 45 વખત ફ્લાઇટમાં મુસાફરી કરી છે.

જેસના જણાવ્યા અનુસાર, બેબી બ્રિગ્સ નામના આ બાળકની માતા અને બ્રિગ્સ જેનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરના રોજ થયો હતો, તેણે જન્મ લીધાના ત્રણ અઠવાડિયામાં તેની પ્રથમ સફર કરી. જ્યારે બ્રિગ્સની માતા 2020 માં ગર્ભવતી થઈ ત્યારે તેને લાગ્યું કે તેની કારકિર્દી સમાપ્ત થઈ જશે, પરંતુ બ્રિગ્સને કારણે આવું કંઈ થયું નહીં. આ માસૂમના જન્મ પછી જેસને બેબી ટ્રાવેલનો આઈડિયા આવ્યો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું. આ પછી તેણે બ્રિગ્સ સાથે મુસાફરી કરવાની શરૂ કરી. અને આ રીતે જેસની કારકિર્દીએ ફરી ગતિ પકડી.

હવે બ્રિગ્સ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રખ્યાત છે. શરૂઆતમાં તેના ફોલોઅર્સ ઓછા હતા પરંતુ પછી ધીમે ધીમે તેની લોકપ્રિયતા વધવા લાગી. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. બેબી બ્રિગ્સનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની માતા સંભાળે છે.

બ્રિગ્સની માતા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરે છે જેમાં તે લોકો સાથે પોતાનો મુસાફરીનો અનુભવ શેર કરે છે. રિવ્યુ લખવા માટે તેમને પૈસા મળે છે. મોટાભાગના લોકો આ વીડિયો માત્ર બ્રિગ્સને કારણે જ જુએ છે.

Previous articleઆ કોઈ વાર્તા નહીં પણ સત્ય ઘટના છે, હજારો વંદન ઝાલાવાડની આ રાજપુતાણીને
Next articleલોકો જેને સમજતા હતા ગામડાની અભણ સ્ત્રી પણ એ નીકળી IAS ઓફિસર