ઘણીવાર પરણિત યુગલોના સંબંધ એટલા ખરાબ થઈ જતા હોય છે કે એક બીજાનો ચહેરો પણ જોવા ન માંગે. પરંતુ બોલીવૂડમાં ઘણાં એવા કપલ છે જે છુટાછેડા બાદ પણ એક સંબંધની ડોરમાં બધાયેલા છે. સંબંધ ભલે જ તૂટી ગયાં હોય પરંતુ ક્યારેય એક બીજાને નફરત નથી કરતાં. સંબંધ ખરાબ હોવા છતાં પરિવાર માટે હંમેશા ઉભા રહે છે.
ફરહાન અખતર અને અધુઆ ભવાની
ફરહાન અખતર અને અધુના ભવાનીએ વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં અને લગ્નના સાત વર્ષ પછી એટલે 2017માં આ સંબંધથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેની બે દીકરીઓ છે શાક્યા અને અકીરા. ફરહાન અને અધુના બંને પોતાના જીવનમાં આગળ વધી ચુક્યાં છે, પણ બાળકો માટે માતા-પિતાની ફરજ નિભાવી રહ્યાં છે.
અરબાજ ખાન- મલાઈકા અરોરા
અરબાજ ખાન અને મલાઈકા અરોરા ભલે જ એક બીજાથી અલગ થઈ ગયાં છે. છુટાછેડા થઈ ગયાં પણ પરિવાર સાથે સંબંધ ખતમ નથી થયો. મલાઈકા તેની દેવરાણી સાથે પણ હળીમળી રહેતા જોવા મળે છે. મલાઈકા અરોરા અને અરબાજ ખાન પોતાના દીકરાની તમામ જરૂરીયાત પૂરી કરી રહ્યાં છે.
રણવીર શૌરી અને કોંકણા સેન
આ યુગલે વર્ષ 2010માં લગ્ન કર્યા અને 2015માં અલગ થવાનો નિર્ણય કર્યો. પરંતુ બંને પોતાના દીકરા હારૂન માટે આજે પણ સાથે છે. બંને આ વાતને સારી રીતે જાણતા હતાં કે માતા-પિતાનું અલગ થવું બાળકોની ઈમોશનલ અને મેન્ટલ હેલ્થ પર અસર પાડે છે.
ઋતિક રોશન અને સુજૈન ખાન
આ બોલીવૂડની તે જોડી છે જે પહેલા એક બીજાના સારા મિત્ર છે અને પછી પતિ-પત્ની. હવે બંનેના છુટાછેડા થઈ ચુક્યાં છે. પરંતુ બંને પોતાના બંને બાળકો માટે શ્રેષ્ઠ માતા-પિતા બનીને હંમેશા તેની સાથે ઉભા રહ્યાં છે. બંનેએ આ સંબંધનું સન્માન કર્યું અને હવે ફરીથી મિત્રનો સંબંધ નિભાવી એકબીજાનો સાથ આપી રહ્યાં છે.