Homeફિલ્મી વાતોબોલિવૂડના મોટા મોટા સુપરસ્ટારને નચાવનાર ફરાહની આવી છે સ્ટ્રગલ કહાની..

બોલિવૂડના મોટા મોટા સુપરસ્ટારને નચાવનાર ફરાહની આવી છે સ્ટ્રગલ કહાની..

બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર્સ ને નચાવનાર ફરાહ ખાને અત્યાર સુધીમાં 100 થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. પરંતુ ફરાહની બોલિવૂડમાં મુસાફરી એટલી સરળ નહોતી. આ પદ પ્રાપ્ત કરવા માટે દરેક સામાન્ય માણસોની જેમ ફરાહ ખાને પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ફરાહ એ કહેવામાં ક્યારેય અચકાતી નથી કે અત્યારે જે કઈ છે તેને પ્રાપ્ત કરવામાં તેમને ઘણી મહેનત કરવી પડી છે. ચાલો અમે તમને ફરાહ ખાનના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે જણાવીએ.

ફરાહનો જન્મ 9 જાન્યુઆરી 1965 ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના પિતા કામરાન બી-ગ્રેડ ફિલ્મોના ડિરેક્ટર, નિર્માતા અને અભિનેતા હતા. તેના પિતાએ એ-ગ્રેડ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનું નામ ‘એસા ભી હોતા હૈ’ હતું. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ, જેના પછી તેનો આખો પરિવાર લેણાં માં આવી ગયો હતો. ફરાહ ખાને તેની જિંદગી માં અમીરી માંથી ગરીબી આવી અને પાછી જિંદગી પાટા પર આવી તેની કહાની એક ઈન્ટરવ્યું માં કહી હતી.

તેણે કહ્યું, “મારું બાળપણ શરૂઆતનાં પાંચ વર્ષ સુધી ખૂબ સારું રહ્યું. મારા પિતા દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા હતા પણ બી-ગ્રેડ ફિલ્મ્સ ના, એ-ગ્રેડ ફિલ્મો ના નહીં. તેણે એ-ગ્રેડ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે ફિલ્મ ફ્લોપ થવાના કારણે અમે રાતોરાત ગરીબ થઈ ગયા. આ પછી, અમે લગભગ 15 વર્ષ સંઘર્ષ કર્યો.

ફરાહે જણાવ્યું કે બાળપણમાં ગરીબીનો સામનો કરતી વખતે, તે તેના પરિવાર સાથે એક નાના એવા રૂમમાં રહેવા લાગી . જો કે તે તેની સ્કુલમાં લોકો ને એમ જ જણાવતી કે તેના ઘર માં સારું ચાલી રહ્યું છે. હકીકતમાં, તેના પિતાની તબિયત પણ ખરાબ હતી, જેના કારણે તેમણે આ દુનિયા છોડી દીધી હતી.

પિતાના અવસાન પછી, ફરાહે ઘરની જવાબદારી લેવાની શરૂ કર્યું અને ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું. આ સાથે તેણે સ્ટાર્સને ડાન્સના નવા સ્ટેપ્સ પણ શીખડાવતી હતી. ફરાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 1993 માં આવેલી, જો જીતા વહી સિકંદર ફિલ્મને કોરિયોગ્રાફર માસ્ટર સરોજ ખાને છોડી દીધી હતી, ત્યારબાદ તેણે ‘પહેલા નશા’ ગીતનું કૉડીયોગ્રાફ કર્યું હતું, જે ખૂબ જ સફળ થયું હતું. બાદમાં તેને શાહરૂખ ખાનની ફિલ્મ કભી હા કભી ના ના ગીતોનું કોંડિયાગ્રાફ કરવાની તક મળી અને તે શાહરૂખ ખાન સાથે મિત્રતા થઇ ગઈ. આ એ સમય હતો જ્યારે શાહરૂખ અને ફરાહે એક બીજાને વચન આપ્યું હતું કે જો તેમને તક મળશે તો તેઓ ચોક્કસ સાથે મળીને કામ કરશે.

તેના ડિરેક્ટર બનવાની વાત કરતા ફરાહ ખાને કહ્યું હતું કે તે નાનપણથી જ જાણે છે કે તે ડિરેક્ટર બનવા માંગે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જ્યારે મેં અર્જુન ફિલ્મ જોઇ હતી, ત્યારે હું માત્ર સમજી ગઈ હતી કે મારે ડિરેક્ટર બનવું છે. જોકે મને ડિરેક્ટર બનવામાં 10-12 વર્ષ લાગ્યાં છે. હું 20 વર્ષની ઉંમરે ડિરેક્ટર બનવા માંગતી હતી , પરંતુ મેં 39 વર્ષની ઉંમરે મારી પહેલી ફિલ્મ બનાવી. ”

તમને જણાવીએ કે ફરાહ ખાને દિગ્દર્શક તરીકે ફિલ્મ મેં હૂં ના ફિલ્મ બનાવી હતી. ફરાહના કહેવા પ્રમાણે શાહરૂખ ખાનને તેણે ત્રણ વર્ષ રાહ જોવડાવ્યા પછી આ ફિલ્મમાં કામ કર્યું હતું. અત્યાર સુધીમાં ફરાહ ઓમ શાંતિ ઓમ, હેપ્પી ન્યૂ યર અને તીસ માર ખાન જેવી ફિલ્મો બનાવી ચુકી છે. તે ઇન્ડસ્ટ્રીમાં કોરિયોગ્રાફર અને ડિરેક્ટર તરીકે ઓળખાય છે અને આજે ફરાહ બોલીવુડની પ્રખ્યાત સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments