ધોરણ 12ના પરિણામ ની રાહે ખેડૂત પિતાના હૃદયની ધડકન વધી ગઈ હતી અને દીકરીએ 99.81% લાવીને પિતાનું નામ રોશન કર્યું

35

ગઈકાલે 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું હતું અને તેમાં ગાંધીનગર જિલ્લામાં ભણતી ખુશી પટેલ 99.81 PR લાવીને સાબિત કરી દીધું કે મહેનત કરવાથી બધું જ હાસિલ કરી શકાય છે. ખુશી એ રીઝલ્ટ આવતા પહેલા જ હતી એનો અભ્યાસ ચાલુ કરી દીધો હતો. ખુશી ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ ની એક ખેડૂત ની દીકરી છે અને તેનો એટલો બધો તો આત્મવિશ્વાસ કે હજુ પરિણામ જાહેર ન થયું તે પહેલાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યમાં 4.22 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી અને તેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને તેની સાથે જ સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું હતુ. કોરોના કાળ ચાલતો હોવાથી વિદ્યાર્થીઓ એ શાળામાં પરીક્ષા આપી ન હતી પરંતુ હવે બે વર્ષ પછી જ્યારે આવા ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવી ત્યારે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું 87.84 ટકા રિઝલ્ટ આવ્યું હતું.

ગાંધીનગર ના કડી કેમ્પસમાં આવેલ આર. સી સ્કૂલની હોસ્ટેલમાં રહીને ખુશી અભ્યાસ કરતી હતી. અને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં જ્યારે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું હતું તેમાં 11,227 વિદ્યાર્થીમાંથી 11,161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને તેના પરિણામ મુજબ માત્ર 42 વિદ્યાર્થીઓએ A1 કેટેગરીમાં ઉત્તીર્ણ થયા હતા. અને તેમાં જ્યારે ખુશી 99.81PR સાથે 92.29 ટકા મેળવીને પોતાના પરિવાર તથા સમગ્ર શાળાનું નામ ઊંચું કર્યું છે.

જ્યારે ખુશી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે હું ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ ની છું અને મારા પિતા સુરેશભાઈ ખેડૂત છે તથા માતા ભાવનાબેન ગૃહિણી છે અને નાનો ભાઈ કીર્તન ધોરણ 10 માં ભણે છે, અને તેને અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના ક્લાસ પણ ચાલુ કરી દીધા હતા અને તેમાં તે અભ્યાસ કરી રહી છે.

ખુશી આગળ જણાવ્યું હતું કે અમે ભાઈ-બહેન છીએ અને અમે બંને ગાંધીનગર ની આરતી સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ, તથા અહીં હોસ્ટેલમાં રહીએ છીએ ધોરણ આઠ થી હું આ શાળામાં અભ્યાસ કરું છું, તથા તેમણે જણાવ્યું હતું કે પૈસાદાર ઘરના છોકરાઓ જ ભણીને આગળ આવે તેવું બિલકુલ હોતો નથી ખેડૂત પરિવારની દીકરી પણ ભણી ગણીને આગળ અભ્યાસ કરી શકે છે. આમ તેને સફળ થવા માટે શાળા અને ટ્યુશન નો અભ્યાસ કર્યા સિવાય તે દરરોજ એક કલાક વાંચતી હતી અને છ કલાકથી વધુ પણ વાંચન કરતી હતી પરંતુ તેનાથી ઓછું નહીં.

કોરોના નો સમયગાળો ચાલી રહ્યો હતો તે વખતે શાળા તરફથી તમને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું અને તેના દ્વારા જ સંપૂર્ણ તૈયારી પણ કરાવવામાં આવતી હતી તથા પરીક્ષામાં આટલું સરસ પરિણામ આવશે તેનો બિલકુલ અંદાજો નહોતો અને આમ તેને આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોવાથી તેનું ધોરણ 12નુ પરિણામ આવ્યું ન હતું તે પહેલાં જ તેને અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટમાં છે સીએનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને ખુશી એ જણાવ્યું હતું કે સીએ બનવું જ મારું લક્ષ્ય છે.

ખુશીએ આ સમગ્ર સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા તથા શાળામાં ભણાવતા શિક્ષકોને આપ્યો હતો, અને તેને જણાવ્યું હતું કે આપણે હંમેશા સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને હું પણ સોશિયલ મીડિયાથી દૂર રહીને આટલો અભ્યાસ કરી શકું છું. હું માત્ર અભ્યાસ ના મેસેજ મળે તેની માટે ખાલી વોટ્સઅપનો ઉપયોગ કરતી હતી, બાકી તો હોસ્ટેલમાં શરૂઆતથી જ અમને ફોન ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. તેથી તમારે પણ જો પરીક્ષામાં સારા ટકા મેળવવા હોય તો તમારે પણ બને તેટલું સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ.

Previous articleUPSC ટોપર શ્રુતિ શર્મા પહેલીવાર થઈ હતી ફેલ અને પછી 4 વર્ષમાં આ રીતે મેળવ્યું આ સ્થાન, જાણો શ્રુતિ શર્માની કહાની…
Next articleઅંબાજી દર્શન કરવા ગયેલા અમદાવાદના ભક્તને થયો ભયાનક અનુભવ, આ માહિતી હર એક ગુજરાતી સુધી પહોંચાડો અને ગુજરાતીઓના જીવ અને પૈસા થી બચાવો…