Homeસ્ટોરીઆ કોઈ સામાન્ય આંબલીનું વૃક્ષ નથી, હકીકત જાણીને પગ નીચેથી ધરતી ખસી...

આ કોઈ સામાન્ય આંબલીનું વૃક્ષ નથી, હકીકત જાણીને પગ નીચેથી ધરતી ખસી જશે…

ભારતની એકમાત્ર એવી ધટના કે જેમાં અંગ્રેજોએ એક સાથે બાવન ક્રાંતિકારીઓને આંબલીના ઝાડ પર લટકાવી દીધા હતા. બદકિસ્મતીથી તેઓ ક્રાંતિકારીઓ હતા તેથી ઈતિહાસના પન્ના પર આ ઘટના ગુમનામી ની ગર્તામાં ધકેલાઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશના ફતેહપુર જીલ્લામાં “બાવન આંબલી” નામનું ઝાડ છે જે ભારતનું એક ઐતિહાસિક શહીદ સ્મારક છે. આ ઝાડ પર ૨૮ એપ્રિલ ૧૮૫૮ ના રોજ જોધાસિંહ અટૈયા અને તેના ૫૧ સાથીઓને અંગ્રેજોએ ફાંસી પર લટકાવી દીધા હતા.

આ સ્મારક ઉત્તર પ્રદેશના ફતેહપુર જીલ્લામાં બિન્દકી તાલુકાના ખજુઆ ગામથી ૩ કીલોમીટર દુર પશ્ર્ચિમ માં મુગલ રોડ પર છે. આ આંબલીનું ઝાડ અત્યારે પણ હાલમાં મૌજુદ છે.

ભારતની સ્વતંત્રતાનો પાવન ઉદેશ્ય અને અદમ્ય ઉત્સાહ ૧૮૫૭ નો વિપ્લવ એ એક જ મુખ્ય કારણ ન હતું. દેશ માટે આત્મહુતિ નું આહ્વવાન પણ હતું. દરેક ક્ષેત્રમાંથી દરેક વર્ગ અને દરેક ઉંમરના વીરો અને વિરાંગનાઓ એ આ આહ્વવાન સ્વીકાર કર્યું અને પોતાના રક્તથી ભારતમાતા નું તર્પણ કર્યું. ક્રાન્તિ નું આવું જ એક તેજસ્વી પાત્ર હતું જોધાસિંહ અટૈયા…,

૧૦ મે, ૧૮૫૭ ના દિવસે બરેકપુરની છાવણીમાં જયારે વિપ્લવના પ્રથમ શહીદ વીર મંગલ પાંડેએ ક્રાંતિ નો શંખનાદ કર્યો ત્યારે એની ગુંજ ના પડઘા આખા ભારતમાં પડ્યાં હતાં. ૧૦ જૂન, ૧૮૫૭ ફતેહપુર { ઉતરપ્રદેશ } માં પણ ક્રાંતિકારીઓએ પણ ક્રાંતિના મંડાણ કર્યા. તેમનું નેતૃત્વ કરી રહ્યાં હતાં જોધાસિંહ અટૈયા. ફતેહપુર ના ડેપ્યુટી કલેકટર હિકમત ઉલ્લા ખાં પણ તેમની સાથે હતા.

આ વીરોએ સૌથી પહેલાં ફતેહપુર કચેરીને પોતાના કબ્જામાં લીધી. જોધાસિંહ અટૈયાના મનમાં સ્વતંત્રતા ની ચિનગારી ઘણા સમયથી સળગેલી હતી. બસ તે ખાલી અવસરની પ્રતીક્ષામાં હતા. એમને તાત્યા ટોપે સાથે સારા સબંધો હતા. માતૃભૂમિ ને મુક્ત કરાવવા માટે આ બંનેએ સાથે મળીને અંગ્રેજોને પાંડુ નદીનાં તટમા જોરદાર ટક્કર આપી. ઘમાસાણ વિગ્રહ બાદ અંગ્રેજોની સેના મેદાન છોડીને નાસી ગઈ. અને આ વીરોએ કાનપુરમાં પોતાનો ઝંડો લહેરાવ્યો.

જોધાસિંહ અટૈયાના મનની જવાળાઓ હજુ શાંત થતી ન હતી. તેમણે ૨૭ ઓકટોબર ૧૮૫૭ ના રોજ મહમદપુર ગામમાં એક ઘરમાં રોકાયેલા એક અંગ્રેજ દરોગા અને સિપાહીને બાળીને મારી નાખ્યાં. ૭ ડીસેમ્બર ૧૮૫૭ ના દિવસે રાનીપુર પોલીસ ચોકી પર હુમલો કરીને એક અંગ્રેજના બાતમીદારની કત્લ કરી. જોધાસિંહે અવધ અને બુંદેલખંડના ક્રાંતિકારીઓને સંગઠીત કરીને ફતેહપુર પર પણ કબ્જો કરી લીધો.

આવવા જવાની સુવિધા જોઈને ક્રાંતિકારીઓ એ ખજુહા ને પોતાનુ કેન્દ્ર બનાવ્યું. કોઈ દેશદ્રોહી બાતમીદારની બાતમીને આધારે પ્રયાગ થી કાનપુર જઈ રહેલા કર્નલ પોવેલે ખજુહા ની જગ્યા પર હુમલો કર્યો. પણ જોધાસિંહ તૈયાર હતા. અને તેમણે ગેરિલા પધ્ધતિથી યુદ્ધ કર્યુ. આ યુદ્ધમાં કર્નલ પોવેલ માર્યો ગયો. હવે અંગ્રેજોએ કર્નલ નીલ ની આગેવાનીમાં નવી સેના મોકલી. આનાથી ક્રાંતિકારીઓ ને ભારે ફટકો પડ્યો. છતાં પણ જોધાસિંહ નું મનોબળ મક્કમ રહ્યું. એમણે નવેસરથી સેનાનું એકત્રીકરણ, શસ્ત્ર ભંડોળ અને ધન ભંડોળ એકઠું કરવાની યોજના બનાવી. આને માટે તેઓએ પ્રવાસ આરંભ કરી દીધો.

પરંતુ આ દેશનું દુર્ભાગ્ય છે કે વીરોની સાથે સાથે દેશદ્રોહી ગદ્દારો પણ મળ્યાં કરે છે. જયારે જોધાસિંહ અટૈયા અરગલ ના નરેશ સાથે વિચાર પરામર્શ કરીને ખજુહા આવતા હતા ત્યારે બાતમીના આધારે ધોરહા ગામની પાસે અંગ્રેજ ઘોડેસવારોની ટૂકડીએ તેમને ઘેરી લીધા. થોડા સંઘર્ષ પછી જોધાસિંહને તેમના ૫૧ સાથીઓ સાથે બંદીવાન બનાવી લીધા. જોધાસિંહ અને તેમના દેશભક્ત સાથીઓ ને તેમના અંજામની ખબર જ હતી.

૨૮ એપ્રિલ ૧૮૫૮ ના રોજ મુગલ રોડ પર આંબલીના એક જ ઝાડ પર એમને બધાને ફાંસી આપી દીધી. બિન્દકી અને ખજુહા ગામની વચ્ચે આજની તારીખે પણ શહીદ સ્મારકના રૂપમાં ક્રાંતિકારી શહીદોની યશસ્વી ગાથાના ગુણગાન ની શાખ પુરતું बावनी ईमली ના નામે ઓળખાતું એ આંબલીનું ઝાડ હજુયે ઉભું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments