ફેફસાં એ શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ફેફસાને નુકશાન થતાં ઘણા રોગો થઇ શકે છે, જેવા કે અસ્થમા, બ્રોકાઈટીસ, નિમોનિયા, ક્ષય રોગ, ફેફસાના કેન્સર વગેરે. તેથી જ ફેફસાના આરોગ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
1. વિટામિન સીથી ભરપુર ખોરાક:
ખાટા ફાળો જેવા કે, નારંગી, લીંબુ, ટામેટાં, કીવી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, અનેનાસ, કેરી, વગેરેમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સીથી ભરપૂર ખોરાક ખાવાથી શરીરમાં રહેલા ઝેરને દૂર કરે છે. ‘વિટામિન સી’ થી ભરપૂર ખોરાકમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શ્વાસ લીધા પછી ઓક્સિજનને બધા જ અંગો સુધી લઈ જવામાં મદદ કરે છે.
2. લસણનું સેવન:
લસણનું સેવન કરવાથી કફ દૂર થાય છે અને જો જમ્યા પછી લસણ ખાવામાં આવે તો તે છાતીને સાફ રાખે છે. લસણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે રોગ સામે લડે છે અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
3. લાઇકોપેન ધરાવતા ખોરાકનું સેવન:
એવા ખોરાકનું સેવન કરવું જે લાયકોપેન ધરાવતું હોય. જેવા કે, ટામેટાં, ગાજર, તરબૂચ, પપૈયા, શક્કરીયા અને લીલા શાકભાજી જેવો ખોરાક લેવો જોઈએ. આ પ્રકારના ખોરાકમાં કેરોટિનોઇડ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે અસ્થમા સામે રક્ષણ કરવામાં પણ મદદરૂપ થાય છે, અને તેને ખાવાથી પણ ફેફસાના કેન્સરનું જોખમ ઓછું થાય છે.
4. દ્રાક્ષનું સેવન:
દરરોજ સુકી દ્રાક્ષનું સેવન કરવાથી ફેફસાં પણ મજબૂત થાય છે અને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.
5. તુલસીના પાનનું સેવન:
જો ફેફસાંમાં કફ થઈ જાય છે, તો તુલસીના પાન, કપૂર અને એલચી સમાન માત્રામાં પીસી લેવું. તેમાં થોડી ખાંડ પણ નાખવી. આ મિશ્રણને દિવસમાં બે વાર પીવો. તેનાથી ફેફસામાં રહેલા કફને દુર કરવામાં મદદ કરે છે.