આપણે બધા બાળપણથી જ જોઈએ અને સાંભળીએ છીએ કે લોકો ફોન ઉપાડતાની સાથે જ હેલો કહે છે. આપણે હેલો કહ્યા પછી જ આગળની વાત શરૂ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો ફોન ઉપાડતાં પહેલા કેમ હેલો કહે છે? આજે અમે તમને હેલો શબ્દની ઉત્પત્તિ વિશે જણાવીશું.
‘એલેક્જેંડર ગ્રાહમ બેલ’એ ટેલિફોનની શોધ કરી હતી. તમણે 10 માર્ચ 1876 ના રોજ ટેલિફોનની શોધ કરી હતી. શોધ કર્યા પછી એલેક્જેંડર ગ્રાહમ બેલએ સૌ પ્રથમ તેના સાથી વોટસનને સંદેશ આપ્યો કે, “શ્રી વાટ્સન અહીં આવો, મારે તમારી જરૂર છે.”એલેક્જેંડર ગ્રાહમ બેલએ જયારે ટેલિફોન વાતચીત કરતા હોય ત્યારે hello ના બદલે ahoy બોલતા હતા.
ટેલિફોન પર શોધ કર્યા પછી જ્યારે લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, ત્યારે લોકો ટેલિફોન પર વાત કરતા સમયે સૌથી પહેલા પૂછતાં હતા કે are you there. આવું એટલા માટે કહેતા હતા કે તેનો અવાજ સામેની વ્યક્તિને સંભળાય છે કે, નહીં તે જાણવા. વર્ષ 1877 માં થોમસ એડિશનએ ahoy ને બદલે hello કહેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
થોમસ એડિશનએ પીટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો હતો કે ટેલિફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ “હેલો” બોલવું જોઈએ. જયારે તેણે પહેલી વાર ફોન કર્યો ત્યારે તેણે હેલો કહ્યું હતું.
થોમસ એડિશનએ આપેલ હેલો શબ્દનો ઉપયોગ આજે પણ લોકો ફોન ઉપાડતી વખતે કરે કરે છે. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ, હેલો શબ્દ જર્મન શબ્દ હાલા પરથી બન્યો છે. આ શબ્દ ફ્રેન્ચ અથવા જર્મન શબ્દ ‘હોલા’ પરથી આવ્યો છે. ‘હોલા’ નો અર્થ એ છે કે, ‘કેમ છો’ પરંતુ ઉચ્ચારને કારણે હોલા શબ્દમાંથી હેલો શબ્દ બન્યો.