ભારત સરકાર માર્ગ અકસ્માતની ઘટનાઓને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દેશમાં લાગુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના મામલામાં પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે વર્ષ 2021માં સમગ્ર દેશમાં ટ્રાફિક ઉલ્લંઘનના મામલામાં 1,898.73 કરોડ રૂપિયાના 1.98 કરોડ ચલણ જારી કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ જાણતા-અજાણતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો સાવચેત રહો. આ તમારૂ ખિસ્સું ખાલી કરી શકે છે. તેથી જ આજે અમે તમને ટ્રાફિકના કેટલાક નિયમોના ઉલ્લંઘન પર લાગતા દંડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
સરકારે કર્યા ટોલ ટેક્સના નિયમોમાં મોટા ફેરફાર, જાણો ક્યારથી થશે લાગુ…
કયા નિયમનું ઉલ્લંઘન કરવા બદલ શું દંડ થાય છે?
સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.
ઓવરસ્પીડિંગ પર 2000 રૂપિયા સુધીનો દંડ લાગે છે.
નશામાં વાહન ચલાવવા પર 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ પણ થઈ શકે છે.
બીજી વખત નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાવા પર 15,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
વીમા વિના વાહન ચલાવવા પર 5000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.
18 વર્ષથી નાના બાળકો દ્વારા વાહન ચલાવવા બદલ માતા-પિતાને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
હેલ્મેટ વિના બાઇક ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.
આરસી વિના વાહન ચલાવવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે.
ઘણી વખત એવું બને છે કે તમે એકસાથે ઘણા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો, જેના કારણે દંડ વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે તમારે ભારે દંડ ન ભરવો પડે, તો ચોક્કસપણે ટ્રાફિક નિયમોનું પાલન કરો. આનાથી તમારા પૈસાની બચત તો થશે જ પરંતુ રસ્તા પર સલામત ટ્રાફિકનું વાતાવરણ પણ બનશે.