સખત મહેનત કરનારને સફળતા અચૂક મળે છે. પછી ભલે એ કોઈ મોટા શહેરમાં જન્મ થયો હોય કે પછી નાના ગામમાં જન્મ થયો હોય, પછી ભલે તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવ કે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોવ, તેનાથી કોઈ ફરક નથી પડતો. અભાવથી જરૂરિયાતો ઉત્પન્ન થાય છે, નિષ્ફળતાથી નહીં. રાજસ્થાનના ભૈરુસરીની 3 બહેનો રિતુ, અંશુ અને સુમન સહારણને RAS 2018 માં પસંદગી મેળવીને એ સાબિત કર્યું છે.
હનુમાનગઢ જિલ્લાના ભૈરુસરી ગામમાં રહેતો સહદેવ સહારણ એક સામાન્ય ખેડૂત છે. પરંતુ તેની પાંચ પુત્રીઓ કોઈ કિંમતી રત્નથી ઓછી નથી. રાજસ્થાન જાહેર સેવા આયોગએ RAS-2017 નું અંતિમ પરિણામ જાહેર કર્યું હતું જેમાં આ તમામ બહેનોની પસંદગી કરવામાં આવી હતી.
સહદેવ સહારણની ત્રણ પુત્રી આરએએસમાં પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની બીજી બે પુત્રી, રોમા અને મંજુ પહેલાથી RAS અધિકારી છે. જ્યારે RAS -2017 નું પરિણામ મંગળવારે બહાર આવ્યું ત્યારે બાકીની ત્રણ બહેનો, રૃતુ, અંશુ અને સુમનની પણ RAS માં એક સાથે પસંદગી કરવામાં આવી હતી.
રાજસ્થાન વહીવટી સેવામાં ગામની 5 પુત્રીની પસંદગીથી પરિવારના સભ્યો તેમજ ગ્રામજનો ખૂબ જ ખુશ છે. સહદેવ સહારણની પુત્રીઓ સાથે, તેમના એક જમાઈ મહેશ કુમારની પણ RAS માં પસંદગી કરવામાં આવી હતી. જે રાજસ્થાનના સીકરમાં રહે છે.
આશ્ચર્યજનક વાત એ છે કે તેની પાંચેય દીકરીઓ પાંચમા ધોરણ પછી ક્યારેય શાળાએ નહોતી ગઈ. પરંતુ તેમણે 6 થી 12 સુધી પછી ગ્રેજ્યુએશન, નેટ જેઆરએફ અને પીએચડી ઘરે બેસીને કર્યું અને આ સફળતા પ્રાપ્ત કરી છે.
આ પાંચેય બહેનોના ગામમાં કોઈ શાળા નહોતી, ન તો તેના ખેડૂત પિતા સહદેવ પાસે ત્રણ દીકરીઓને મોટી શાળામાં ભણાવવા માટે પૂરતા પૈસા હતા. તેઓ ઉપર પાંચ પુત્રી અને એક પુત્રના શિક્ષણની જવાબદારી હતી, મર્યાદિત આવકમાં બધા બાળકોને શાળાએ મોકલવા તેના માટે શક્ય ન હતું, તેથી પાંચ બહેનોએ ઘરે બેસીને અભ્યાસ કર્યો.
સહદેવ સહારાણ પોતે આઠમા ધોરણ સુધી ભણેલા છે અને તેમની પત્ની લક્ષ્મી દેવી સહારણ અભણ છે. તેમની એક પુત્રી રોમા છે, ઝુઝુનના સુરજગઢ અને બીજી પુત્રી મંજુ, નોહરની સહકારી બેંકમાં પોસ્ટેડ છે.
આ ત્રણેય બહેનોનો બીજો પ્રયાસ હતો. જેમાં અંશુએ ઓબીસી છોકરીઓ માટે 31મો રેન્ક, રિતુ 96 અને સુમન 98 મા રેન્ક મેળવ્યો છે. મંજુ સહારણ પાંચ બહેનોમાં મોટી છે. તેની પસંદગી વર્ષ 2012 માં સહકારી વિભાગમાં કરવામાં આવી હતી. મંજુ પહેલાં, રોમા સહારણ પણ RAS માં પસંદગી પામી હતી. હાલમાં રોમા ઝુંઝુનુના સુરજગઢમાં બીડીઓ તરીકે કાર્યરત છે.
ત્રણેય બહેનોએ એક મુલાકાતમાં તેમની સફળતાનો શ્રેય તેમના માતાપિતાને આપ્યો હતો. તેમનું કહેવું છે કે અમે તમામ બહેનો અહીંની બીજી દીકરીઓને પણ આગળ લાવવાનું કામ કરીશું.