Homeખબરસલામ છે આ પરિવારને જેમણે લોકડાઉનમાં 6 લાખ લોકોને ખવડાવવા માટે કર્યો...

સલામ છે આ પરિવારને જેમણે લોકડાઉનમાં 6 લાખ લોકોને ખવડાવવા માટે કર્યો 2 કરોડનો ખર્ચ

શ્રી ચંદ્રશેખર ગુરુ પાદુકા પીઠમ અને શ્રી રામાયણ નવાંણીકા યજ્ઞ ટ્રસ્ટે આંધ્રપ્રદેશના તેનાલીમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિષ્ણુભટલા અંજનીયા ચ્યાનુલુએ 27 વર્ષ પહેલા આ ટ્રસ્ટની સ્થાપના ગરીબ લોકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી કરી હતી.

જાણવા મળતા અહેવાલ મુજબ લોકડાઉન દરમિયાન, તેઓએ ગરીબ લોકોને ભોજન આપવાનું પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. તેમના નાના પુત્ર વિષ્ણુભટલા યજ્ઞ નારાયણ અવધનીએ જણાવ્યું કે તેણે શરૂઆતમાં 50 કિલો ભોજન બનાવ્યું હતું અને તે શહેરની એક ઝૂંપડપટ્ટીમાં વહેંચી દીધું હતું.

તેમણે કહ્યું, પરંતુ અમને તેનાથી સંતોષ નહોતો થયો, કારણ કે તે ઝૂંપડપટ્ટીની એક શેરીમાં રહેતા બધા પરિવારો માટે આ ભોજન પૂરતું ન હતું. તેથી, હું અને મારા ભાઈએ આખા શહેરમાં ફર્યા અને લગભગ 15 જેટલા વિસ્તારોને ઓળખ્યા, જ્યાં લગભગ 6,000 લોકો આ મહામારી અને ભૂખથી પીડાતા હોવાથી તેમણે પોતાની આજીવિકા ગુમાવી હતી.

ત્યાર બાદ અમે કેટલાક સ્થાનિક રસોઈયાઓ પાસે ગયા જેઓ લોકડાઉનને કારણે નોકરી ગુમાવી ચૂક્યા હતા અને તેઓ કામ કરવા તૈયાર હતા. તેથી, અમે તેમને પગાર ચૂકવ્યો અને અમે તે બધા 15 વિસ્તારોમાં ખોરાક વિતરણ કરવાનું શરૂ કર્યું.

બાદમાં સોશિયલ મીડિયા પર અમારા કામની પ્રશંશા થયા પછી ફિલ્મ નિર્દેશક હરીશ શંકર અને સ્થાનિક રાજકારણીઓએ મદદ કરી. ટૂંક સમયમાં દેશભરમાંથી ઘણા લોકો દાન આપવા આગળ આવ્યા હતા. તેમની સહાયથી, 120 દિવસ સુધી ભોજનનું વિતરણ ચાલુ રાખ્યું હતું.

લોકડાઉન દરમિયાન 6 લાખ લોકોને ખવડાવવા આ પરિવારે 120 દિવસમાં 2 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. સભ્યો કહે છે કે અમે મદદ કરી શક્યા હોવાથી અમને આ વાત પર ખુબજ ગર્વ છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો.

જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments