Homeસામાજીક કહાનીગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય ગરીબ કરતા પણ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે,...

ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય ગરીબ કરતા પણ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે, બે ટંક જમવાનું પણ નસીબ થી મળે છે

ભારતમાં નેતાઓ હવે ચૂંટાતાની સાથે જ કરોડપતિ બની રહ્યા છે. ચાર-પાંચ વર્ષમાં તેમની કરોડોની સંપત્તિ બની રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે રાજકારણીઓ ખરેખર જનતાની સેવા માટે ચૂંટણી લડતા હતા અને ચૂંટણી જીત્યા પછી લોકો માટે કામ કરીને તેમના આશીર્વાદ લઈને પેટ ભરતા હતા. ખેડબ્રહ્મા-વિજયનગર મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ધારાસભ્ય બનેલા જેઠાભાઈ રાઠોડ હજુ પણ બીપીએલ કાર્ડ ધરાવે છે અને ગરીબીમાં જીવે છે.
ગુજરાતમાં આવી પરંપરાઓ તમે ક્યાંય પણ નહીં જોય હોય, આ સમાજની પરંપરાઓ જોઈને તમે પણ હેરાન થઇ જશો…

ઘર ઝૂંપડા જેવું છે, દીકરાઓ કામ કરે છે
ન તો જેઠાભાઈનું ઘર આલિશાન છે કે ન તો તેમના ઘરની બહાર કોઈ કાર પાર્ક કરેલી છે. તેમનું ઝૂંપડું જેવું ઘર જોવું હોય તો તમારે વિજયનગર તાલુકાના ટેબારા ગામ જવું પડશે. જ્યાં તેમને તેમના પૂર્વજો પાસેથી ઝૂંપડા જેવું ઘર વારસામાં મળ્યું હતું. તેમના પાંચ પુત્રો હજુ પણ મજૂરી કરે છે. સાંજે બે ટંકનું ભોજન થઈ જાય એટલું કામ મળી રહી છે.

પાંચ વર્ષમાં એક પણ રૂપિયો ભેગો નથી કર્યો
80 વર્ષથી વધુ વય ધરાવતા જેઠાભાઈ રાઠોડ તેમના સિદ્ધાંતો પર જીવન જીવ્યા છે. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે 17 હજાર મતોની સરસાઈથી જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવારને 17,000થી વધુ મતોથી હરાવ્યા હતા. તેઓ 1967 થી 1971 સુધી આ વિસ્તારના ધારાસભ્ય હતા. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે હરામનો એક રૂપિયો પણ ભેગો કર્યો નથી. ઈમાનદારીથી જીવન જીવ્યા બાદ આજે પણ તેઓ બીપીએલ લાભાર્થી તરીકે જીવન જીવે છે.
સાચી સમાજ સેવિકા : નારી અધિકારો, રોજગારી અને જાગૃતિ માટે કામ કરનાર અલ્પા પટેલે 352 લાવારીસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા અને 12 બળાત્કાર પીડિતાને દત્તક લીધી

સચિવાલય જવા માટે બસ મુસાફરી કરતા
આવા પ્રામાણિક ધારાસભ્યોની સરકારને પડી નથી. સ્વભાવે સેવાભાવી જેઠાભાઈએ પોતાના મત વિસ્તારના લોકો માટે ઘણું કામ કર્યું. ખાસ કરીને રસ્તાઓ અને તળાવો. તે દિવસોમાં તેઓ સાઇકલ પર ગામડે ગામડે જતા અને લોકોના પ્રશ્નો જાણતા હતા. સચિવાલય જવું હોય તો એસ.ટી. બસ દ્વારા મુસાફરી કરતા હતા.

આજે 80 વર્ષના ધારાસભ્યનો ઈમાનદારીથી જીવવાના લીધે આજે ગરીબીમાં જીવન જીવવાનો વારો આવ્યો છે. સરકાર પણ તેમની તરફ જોતી નથી. તેમને કે તેમના પરિવારને કોઈ સરકારી સહાય પહોંચી નથી. તેમને પેન્શન પણ મળતું નથી! લોકોના આંસુ લૂછતા આવા ધારાસભ્યના આંસુ લુછવાની કોઈને પડી નથી. મોટાભાગના રાજકારણીઓને ખબર પણ નથી કે આવા ગરીબ ઈમાનદાર ધારાસભ્ય ગુજરાતમાં પણ રહે છે.
દીકરી હોય તો આવીઃ ગુજરાતની ગૌરવવંતી આ દીકરીનો અમેરિકામાં વાગી રહ્યો છે ડંકો, એપ્પલ જેવી કંપનીઓ પણ લગાવે છે લાઈન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments