Homeજાણવા જેવુંજાણો એવા દેશ વિષે કે જ્યાં રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધુ સુરક્ષા...

જાણો એવા દેશ વિષે કે જ્યાં રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધુ સુરક્ષા છે અને હેલિકોપ્ટર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

કોઈપણ દેશ બધી બાબતોમા એકદમ સુરક્ષિત હોય છે. પરંતુ જ્યારે વાત સલામત સ્થળની આવે ત્યારે દેશના રાષ્ટ્રપતિ ગૃહનો પ્રથમ સ્થાન હોય છે. પરંતુ એક દેશ એવો છે જ્યા રાષ્ટ્રપતિ ભવન કરતા વધુ સુરક્ષિત સ્થાન છે. આ બિલ્ડિંગની સુરક્ષામા હેલિકોપ્ટરની મદદથી રાત-દિવસ રક્ષા કરવામા આવે છે.

ખરેખર અમેરિકામા એક બિલ્ડિંગ છે જે રાષ્ટ્રપતિ ભવન કરતા વધુ સુરક્ષિત છે. આ બિલ્ડિંગનુ નામ ફોર્ટ નોક્સ છે. અમેરિકન આર્મીની આ પોસ્ટ છે જે કેન્ટુકી રાજ્યમા છે અને એક લાખ નવ હજાર એકરમા ફેલાયેલી છે. તે વિશ્વની સલામત ઇમારતોમાંની એક માનવામા આવે છે. તેની છત સંપૂર્ણપણે બોમ્બ પ્રૂફ છે. તેના પર કોઈ પણ પ્રકારના બોમ્બ વિસ્ફોટની અસર નથી થતી.

આ સિવાય તેની આસપાસ અનેક પ્રકારની અલાર્મ સિસ્ટમ્સ પણ સ્થાપિત છે. તેની સુરક્ષા બંદૂકોથી સજ્જ હેલિકોપ્ટર દ્વારા કરવામા આવે છે. વિશેષ ઓર્ડર વિના આ સ્થળની આસપાસ જઈ શકતા નથી. વર્ષ ૧૯૩૨ મા આ ઇમારત અમેરિકન આર્મી દ્વારા બનાવવામા આવી હતી. અહીંની સુરક્ષા એટલી કડક છે કે અહીં કોઈ પક્ષી પણ અહી ઉડી શકતુ નથી.

આ ઇમારત ચારે બાજુ દિવાલોથી ઘેરાયેલી છે જે ખૂબ જ મજબુત જાડા ગ્રેનાઇટથી બનેલી છે. આશરે ૩૦ હજાર અમેરિકન સૈનિકો દિવસ-રાત તેની સુરક્ષામા રોકાયેલા છે. ખરેખર, અહીં એટલી સુરક્ષા છે કારણ કે તે એક ગોલ્ડ રિઝર્વ છે. જેમા લગભગ ૪૨ લાખ કિલો સોનુ રાખવામા આવ્યુ છે. આ સિવાય અમેરિકન સ્વતંત્રતાની મૂળ ઘોષણા ગુટેનબર્ગની બાઇબલ અને અમેરિકન બંધારણની મૂળ નકલ જેવી મહત્વપૂર્ણ બાબતો પણ છે. અહીંનો દરવાજો ૨ ટનનો છે જે ફક્ત કોડ દ્વારા ખોલે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments