મગર એ પૃથ્વી પરના સૌથી ખતરનાક જીવોમાંનું એક છે. તેને તેના વિસ્તારમાં પ્રાણી કે માનવની હાજરી જણાતા તે પોતાનો શિકાર સમજી બેસે છે. ક્યારેક મગર પાણીની બહાર પણ ખતરનાક હોય છે. તમે ઘણીવાર જોયું હશે કે મગર ક્યારેક સિંહ અને ચિત્તા સાથે પણ ઝઘડતો હોય છે. તે માણસોને આખે આખા જીવતા ગળી શકે છે. આ દિવસોમાં મગરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વિડિયો જોઈને તમે હૈરાન રહી જશો.
મગર એક વ્યક્તિને જીવતો ગળી જાય છે
વીડિયોમાં આપણે જોઈશું કે મગર એક વ્યક્તિને જીવતો ગળી જાય છે. આ જોઈને સોશિયલ મીડિયા વીડિયો જોનારા યુઝર્સની ઊંઘ હરામ થઈ ગઈ છે. મગરનું માણસને ગળી જવાનું વિચારતા જ ધ્રુજારી શરીરમાં પ્રસરી જાય છે આવુજ કંઈક આ વીડિયો માં જોવા મળે છે જેમાં મગર માણસને આંખે આખો ગળી ગઈ હોય છે, જો કે, ત્યાં માણસના બે મિત્રો હાજર હોય છે. જે તેને મગરના મોઢામાંથી બહાર ખેંચીને કાઢે છે. જેથી તે જીવતો બહાર આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
વિચિત્ર મામલો: વર્ષો પહેલા આવેલા જળહોનારતમાં વહી ગઈ હતી પત્ની, આજે પણ દરિયામાં શોધી રહ્યાં છે પતિ
વિડિયો જુઓ-
માણસને તેના મિત્રો બચાવે છે
આ વીડિયોને beauty.wildlifee નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે મગર પહેલાથી જ વ્યક્તિને જીવતો ગળી ગયો છે. આ પછી તેના બે મિત્રો ત્યાં પહોંચે છે અને એક વ્યક્તિ ભયાનક મગરની પૂંછડી પકડી લે છે, જ્યારે અન્ય વ્યક્તિ તેના મિત્રને મગરના મોંમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. તમે જોઈ શકો છો કે વ્યક્તિને મગરની અંદરથી હાથથી ખેંચવામાં આવે છે. જો કે, વીડિયોમાં એ સમજી શકાયું નથી કે મગર અસલી છે કે નકલી. વીડિયો જોતા અમને નકલી લાગે છે, કારણકે માણસનો હાથ બહાર આવતા સમયે મગરનું મોઢું ખુલ્લે છે તેનાથી ખ્યાલ આવી શકે કે આ એક પ્રેન્ક વીડિયો છે અને આ વીડિયો સતત હેડલાઈન્સ બનાવી રહ્યો છે.