Homeધાર્મિકસંતાન પ્રાપ્તિ માટે આવે લોકો, આ જગ્યાએ ખોડીયાર માતા એ પોતાનો મનુષ્યદેહને...

સંતાન પ્રાપ્તિ માટે આવે લોકો, આ જગ્યાએ ખોડીયાર માતા એ પોતાનો મનુષ્યદેહને ગાળી નાખ્યું હતું, આજે પણ હાજરાહજૂર છે માં ખોડીયાર

સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના ત્રણ મુખ્ય મંદિર છે તે પૈકી ગળધરા એક છે. મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામેથી આશરે પાંચ એક કિમી. ના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલ છે. અને આ નદી ની વચ્ચે ખુબ ઊંડો પાણીનો ધરો આવેલ છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘૂનો પણ કહેવામાં આવે છે. ત્યાં ઘૂના ની બાજુમાં ઉંચી ભેખડો આવેલી છે. ત્યાં રાયણ ના ઝાડ ની નીચે માં ખોડિયાર ની સ્થાપના થયેલી છે. જોકે અત્યારે હાલ ત્યાં મોટું મંદિર બનાવવા માં આવેલ છે. અને ત્યાં રહેવાની ઉત્તમ સગવડ પણ છે.

એક લોક વાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહી એક રાક્ષસ હતો. તેનો સંહાર કરી માં ખોડલ સહીત સાત બહેનોએ તેને ખાઈણી માં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતા એ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્વયંભુ ગળું અહી બિરાજમાન છે. અને તેની ત્યાં પૂજા પણ થાય છે. ઘણા સંતો-મહંતો ને અહિયાં માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન પણ દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.

નવઘણને માતાજીએ અહીયાજ દર્શન આપ્યા હતા. નવઘણ (ઈ.સ ૧૦૨૫) ખોડિયાર માતાની માનતાથી આવેલ પુત્ર હતો. રા’દયાસ ને ૪૪ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઇ. ત્યારે તેના પટરાણી સોમલ દેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિ ની અરજ (યાચના) કરી. અને રાણી ને શ્રદ્ધા ફળી અને માં ખોડિયાર ની કૃપા થી તેના ત્યાં પુત્ર તરીકે નવઘણ નો જન્મ થયો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરુ કર્યું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહિયાં ગળધરા માં ખોડિયાર ના દર્શને આવતા જતા હતા….

કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભ ની માનેલી બહેન જાસલ(જાહલ) ની વારે ચડ્યો ત્યારે તે અહિયાથી પસાર થતો હતો. અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ધુનાથી થોડે દુર છે. આ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરા માં આવેલું છે.

આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામડાના ખેડૂતો ખેતીમાં સિચાઈ તરીકે આપાય છે.

ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે. અને તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એવું કહેવું હોય તો પણ કહી શકાય. ડેમનો ધોધ એટલો અહલાદ્ક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલભુલૈયા ખોવાઈ જવાનું મન થાય તેવું વાતવરણ હોય છે. ધારીની લોકો અહિયાં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ રાખે છે. અને ભક્તો ની આશા પણ માં ખોડિયાર પૂર્ણ કરે છે. ખોડિયાર મંદિર ને આશરે ૨ કિમી દુર હિંગળાજ માતા નું મંદિર પણ આવેલું છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપુર નજરો જોવા મળે છે.

દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ-અલગ સ્થળેથી આવતા હોય છે. અહિયાં મેળાઓ પણ યોજાય છે. અને રહેવા અને ખાવાની સગવડ પણ છે. અને હા મિત્રો ખ્યાલ રહે કે ચોમાસામાં અહીનું કુદરતી સોંદર્ય ખાસ માણવા લાયક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments