જાપાનની રાજધાની,ટોક્યોમાં ઘણા બધા એવા બૌદ્ધ મંદિરો છે જે હજારો વર્ષો જુના છે. એમાંથી એક મંદિર એવું પણ છે જ્યાં હિન્દુઓના દેવતા ગણેશની મૂર્તિ છે. આઠમી સદીમાં બનેલા આ મંદિરનું નામ ‘મત્સુચિયામા શોટેન’ છે, તંત્ર-મંત્રના માનનારા બૌદ્ધ લોકો ગણેશજીની આ મૂર્તિની પૂજા કરે છે.
ધર્મથી જોડાયેલા વિષયો પર સંશોધન કરનારા લોકોનું માનવું છે કે આઠમી સદી દરમિયાન જાપાનમાં પેહલીવાર ગણેશની પૂજા કરવામાં આવી હતી.બૌદ્ધ ધર્મની એક શાખા છે જેના ગુરુઓ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે અને તાંત્રિક શક્તિઓની પૂજા કરે છે. બૌદ્ધ ધર્મની આ શાખા ઓરિસ્સા અને ત્યારબાદ જાપાન અને ભારતમાં આવી છે.
જાપાનમાં ગણેશજીને શક્તિશાળી દેવતા તરીકે ઓળખવામાં આવતા હતા અને તેની પૂજા પણ વિશેષ રીતે તંત્ર-મંત્રની મદદથી કરવામાં આવતી હતી. શાસ્ત્રીય સુવર્ણ યુગ (794-1185 સીઇ સીઇ) દરમિયાન જાપાનમાં ગણેશજીને માનનારા લોકોની સંખ્યા વધી રહી હતી. જાપાનમાં હાલમાં કુલ 250 ગણેશજીના મંદિરો છે, જેને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે કિંગટન, શોટન, ગનબી (ગણપતિ) અને બિનાયકતન (વિનાયક).
તાંત્રિક બૌદ્ધ ધર્મમાં ગણેશજીને માદા હાથીની આસપાસ લપેટેલા બતાવવામાં આવ્યા છે અને તેને શક્તિશાળી કહેવામાં આવે છે. આ મૂર્તિ પુરુષ અને સ્ત્રીના જોડાણ દ્વારા બનાવેલ ઉર્જાનું પ્રતીક છે. જો કે, તેમની જાતીયતાને કારણે ગણેશની મૂર્તિઓ અથવા ફોટોગ્રાફ્સ મંદિરોની સામે દેખાતા નથી. ગણેશજીની મૂર્તિને લાકડના સુંદર સજાવેલા બોક્સમાં રાખવામાં આવે છે, જેની દરરોજ પૂજા કરવામાં આવે છે. આ મૂર્તિ ફક્ત ખાસ પ્રસંગોએ જ બહાર કાઢવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.
જાપાનનું સૌથી મોટું ગણેશજીનું મંદિર ઇકોમા પર્વત પર “હોજન-જી” છે. આ મંદિર ઓસાકા શહેરની બહાર દક્ષિણ ભાગમાં આવેલું છે. 17 મી સદીમાં બનેલા આ મંદિર વિશે ઘણી વાર્તાઓ છે. લોકો આ મંદિર ઉપર ખૂબ જ વિશ્વાસ રાખે છે અને જ્યારે ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે અહીં ઘણાં લોકો દાન પણ કરે છે.