મા ગંગા નદીઓમા સૌથી પવિત્ર અને આદરણીય માનવામા આવે છે અને આ કારણ છે કે લોકો ગંગા નદીમા સ્નાન કરવા દૂર-દૂરથી આવે છે. એવુ માનવામા આવે છે કે ગંગા નદીમા સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ દુ:ખ દૂર થાય છે અને તેના બધા પાપો પણ ભૂંસાઈ જાય છે. ગંગા નદીમા નહાવા ઉપરાંત જે વસ્તુને સૌથી વધુ મહત્વ આપવામા આવે છે તે છેગંગાજી ની આરતી. આ આરતીનુ પોતાનુ અલગ જ મહત્વ છે. માત્ર ગંગા આરતીનુ દ્રશ્ય જોઇને વ્યક્તિ ભક્તિના રસમા ભીની થઈ જાય છે.ગંગા આરતી જોવા માટે લોકો ફક્ત ભારત જ નહી વિદેશથી પણ આવે છે.
ગંગા નદી ભારતના ઉત્તરાખંડ રાજ્યમાંથી નીકળે છે. તે સમગ્ર ઉત્તર ભારતમાંથી વહે છે અને પશ્ચિમ બંગાળમા બે ભાગોમા વહેંચાય છે જે હુગલી નદી અને પદ્મા નદી એમ બે ભાગમા વહેચાય છે. હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી અને અલ્હાબાદ જેવા ઘણા સ્થળો છે જ્યા ગંગા નદીની આરતી કરવામા આવે છે.આ આરતીને જોવામા અનોખો આનંદ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે દેશમા કયા સ્થળો પર તમે ગંગા આરતીનો આનંદ માણી શકો છો.
૧) હરિદ્વાર :– હરિદ્વારમા પવિત્ર નદીની ઝલક મેળવવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અહી ગંગા નદીની આરતી હરિ-કી-પૌરી ઘાટમા યોજવામા આવે છે. આ ઘાટનો શાબ્દિક અર્થ ભગવાનનો પગ એમ થાય છે. આ ઘાટ પર મોટી ભવ્યતા સાથે આરતી કરવામા આવે છે. જો તમારે ગંગા આરતીનો આનંદ માણવો હોય તો તમે ઘાટ પર પગથિયા પર બેસીને જોઈ શકો છો.અહી આરતીમા પણ ભાગ લઈ શકાય છે.
૨) વારાણસી :- વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાનુ વારાણસીને એક એવુ સ્થાન માનવામા આવે છે કે જ્યા તમે જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થઈ શકો છો. દરેક ભક્તને અહી એક અદભૂત અનુભવ મળે છે અને તે છે ગંગા આરતી. વારાણસી ગંગા આરતી વિશ્વના સૌથી સુંદર ધાર્મિક સમારોહમાંની એક છે. સમારોહ શંખના નાદથી શરૂ થાય છે
તેનાથી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. કાશી વિશ્વનાથ મંદિરની પાસે પવિત્ર દશશ્વમેધ ઘાટ પર દર સૂર્યાસ્ત સમયે ગંગા આરતી થાય છે. આ આશ્ચર્યજનક દ્રશ્ય જોવા માટે લોકો સાંજથી જ છુટાછવાયા ઘાટ પર ઉમટવા લાગે છે. આ ઉપરાંત કારતક પૂર્ણિમા પર દર વર્ષના અંતમા વારાણસીમા વિશાળ પાયે મહા આરતીનુ આયોજન કરવામા આવે છે.
૩) ઋષિકેશ :– ઋષિકેશ મુખ્યત્વે વિશ્વની યોગ રાજધાની તરીકે ઓળખાય છે. પરમાર્થ નિકેતન આશ્રમમા નદીના કાંઠે ઋષિકેશની ગંગા આરતી રાખવામા આવે છે. અહીની આરતી હરિદ્વાર અને વારાણસીથી થોડી અલગ છે કારણ કે અહીંના ઘાટ પર આરતી આશ્રમના લોકો દ્વારા નહી પરંતુ પંડિતો દ્વારા ગોઠવવામા આવે છે.
એટલુ જ નહી આશ્રમના બાળકો પણ આ આરતીમા હાજર રહે છે. અહી આરતી શરૂ થતા પહેલા ભજન ગવાય છે ત્યારબાદ દીપ પ્રગટાવીને આરતી કરવામા આવે છે. નદીના કાંઠે બેસીને તમે આ અદભૂત નજારો જોઈ શકો છો.
૪) અલ્હાબાદ :- ઉત્તર પ્રદેશ રાજ્યમા સ્થિત અલ્હાબાદમા નહેરુ ઘાટ અને સરસ્વતી ઘાટ પર દરરોજ ગંગા આરતીનુ આયોજન કરવામા આવે છે. અહીની આરતીનુ પણ પોતાનુ અલગ જ મહત્વ છે. જેની મુલાકાત દેશભરના અનેક મુલાકાતીઓ કરે છે. અહી આરતી પૂર્વે સફાઇ કરવામા આવે છે અને સાંજની આરતી માટે પ્રકાશની વિશેષ વ્યવસ્થા પણ કરવામા આવી છે. જેના કારણે સાંજના સમયે ગંગા કિનારે નજર પડે. આરતી પહેલા અહી વૈદિક જપ કરવામા આવે છે અને ગણપતિજીને આહવાન આપવામા આવે છે.