રાતોરાત બન્યા બોલીવુડના સુપરસ્ટાર , છતાં કોઈએ પોતાનું ઘર વેચવું પડ્યું અને કોઈએ તેની મોંઘીદાટ કાર વેચી દીધી

ફિલ્મી વાતો

આ લિસ્ટમાં પ્રથમ નામ ભારત ભૂષણનું છે. બૈજુ બાવરા ફિલ્મથી ભારત ભૂષણને ઘણું નામ અને ખ્યાતિ મળી હતી. એક પછી એક ફિલ્મ ફ્લોપ થવાને કારણે ભારત ભૂષણને બંગલા અને મોંઘી કાર વેચવી પડી હતી.

બોલિવૂડ એક્ટર એ. કે. હંગલ હજી પણ ફિલ્મ શોલે માટે યાદ છે. તેમના જીવનના છેલ્લા દિવસોમાં, એ.કે. હંગલ પાસે તેની સારવાર કરાવવા માટે પૈસા નહોતા.

ભગવાન દાદાને તેમની ફિલ્મો માટે આજે પણ યાદ કરવામાં આવે છે. ‘હસતે રહેના’ ફિલ્મમાં ભગવાન દાદાએ પોતાની બધી સંપત્તિ લગાવી દીધી હતી. તેણે પોતાનો 25 ઓરડાનો આલીશાન બંગલો વેચવો પડ્યો.

વિન્નીએ તેની કરિયરની શરૂઆત બી.આર ચોપરાની ફિલ્મથી કરી હતી. તેની એક ફિલ્મ ફ્લોપ થવાને કારણે તેના જીવન નો ખરાબ સમય શરૂ થઈ ગયો. વિમીના કહેવા મુજબ તેણે તેના પતિ પર મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વિમિને પણ દારૂનો નશો કરવાનું વ્યસન હતું.

બોલિવૂડના વિલન મહેશ આનંદે તેમના જીવનમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. હિન્દી સિનેમા સિવાય તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે પણ એક સમયે ગરીબી જોવી પડી હતી.

જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને વધારા સારા આર્ટિકલ, સમાચાર, અને દેશ અને દુનિયા ના દરેક સમાચાર મેળવવા માટે ફેસબુકમાં અમારા પેજ ને લાઈક કરો. અને કોમેંટ્સ બોક્ષમાં તમારો પ્રતિભાવ જરૂર આપજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *