ગરૂડ પુરાણઃ હસતા-રમતા સુખી પરિવારમાં પણ ક્લેશ ઉભો કરી શકે છે આ આદતો

220

પરિવારમાં દરેક સભ્યો વચ્ચે ક્યારેક કોઈ વાતમાં સહમતી નથી હોતી, દરેક લોકોના પોતાના વિચારો હોય છે, પણ જો તમારા ઘરમાં હંમેશા ખટપટ થતી રહેતી હોય તો નાની-નાની વાતો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને વાત-વાતમાં ઝગડા થવા લાગે છે, તો નક્કી તમારે કેટલીક આદતો પર વિચાર કરવાની જરૂર છે.

ગરૂડ પુરાણમાં કેટલીક એવી આદતોની વાત કહેવામાં આવી છે, જે ઘરમાં નકારાત્મક વાતાવરણ ઉભુ કરે છે અને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાની સ્થિતી ઉત્પન્ન કરે છે. તમને જણાવી દઈએ કે ગરૂડ પુરાણને હિન્દુ ધર્મમાં મહાપુરાણ કહેવામાં આવ્યું છે અને તેમા લોકોના જીવનને વધારે સારું બનાવાની તમામ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે ગરૂડ પુરાણમાં કહેવામાં આવેલી આ વાતો પર વિચાર કરીને આપણે આપણી આદતો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણા જીવનને સુખરૂપ બનાવી શકાય.

આ ત્રણ આદતોથી ઘરમાં આવે છે નકારાત્મકતા

1. રાત્રે એંઠા વાસણ છોડી દેવા

સાંજે કે રાત્રે જમ્યા પછી એંઠા વાસણોને રસોડાની સિંકમાં છોડી દેવા એ આજકાલ એક સામાન્ય આદત છે. જે મોટાભાગના ઘરોમાં તમને આ જોવા મળે છે. પણ ગરૂડ પુરાણ મુજબ આ આદત સારી નથી હોતી. આનાથી પરિવારમાં ઝગડા અને ક્લેશ વધે છે અને પરિવારના સભ્યોના મન વચ્ચે અંતર પણ વધી જાય છે. એટલા માટે એજ યોગ્ય છે કે રાત્રે જ એંઠા વાસણો ધોઈ અને સાફ કરીને મુકી દઈએ.

2. ઘરને ગંદુ રાખવું અથવા રહેવા દેવું

આજકાલ લોકોની પાસે સમય નથી હોતો, એટલા માટે એ નિયમીત રીતે ઘરની સફાઈ પણ નથી કરતા. ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘરને ગંદુ રાખવાથી માતા લક્ષ્મી રિસાય જાય છે, એવામાં પરિવારમાં રોગો અને બીમારીઓ ઉત્પન્ન થાય છે અને પૈસાનો ખોટો ખર્ચ વધી જાય છે, તમે ઈચ્છો તો પણ બચત કરી નથી શકતા. પૈસાની સમસ્યા વધવાથી ઘરમાં ઝઘડો થવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે અને સમગ્ર પરિવારનું વાતાવરણ નકારાત્મક થઈ જાય છે. એટલા માટે દરરોજ સવારે ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ અને પૂજા કરીને ઘરમાં દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

3. ઘરમાં કચરો ભેગો કરવો અથવા નક્કામી વસ્તુઓ સાચવી રાખવી

ગરૂડ પુરાણ મુજબ ઘરમાં કચરો ભેગો કરવો કે નક્કામી વસ્તુઓ સંગ્રહી રાખવાથી હસતા-રમતા પરિવારમાં પણ ક્લેશ ઉત્પન્ન કરી શકે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મનમેળ નથી થતો અને સંબંધોમાં કડવાહટ આવી જાય છે. પરિવારમાં નકારાત્મકતા વધી જાય છે, એટલા માટે જો તમારા ઘરની અગાશીમાં કાટ ખાતું લોખંડ, ભાંગેલું તૂટેલું ફર્નિચર વગેરે જેવી વસ્તુઓ છે, તો તેને તરત જ કાઢી નાખવુ જોઈએ.

(અહીં આપેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ ઉપર આધારિત છે, તેનુ કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આને સામાન્ય જનરૂચીને ધ્યાનમાં રાખીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.)

Previous articleશું તમે જય આદ્યાશક્તિની આરતીની કડીઓમાં રહેલાં આ અજાણ્યા રહસ્યો વિશે જાણો છો ?
Next articleવિશ્વપ્રસિદ્ધ નાલંદા વિશ્વવિદ્યાલયને સળગાવી દેનાર બખ્તિયાર ખિલજીને દોડાવી દોડાવીને મારનાર રાજા પૃથ્યુની કહાની જે તમને ક્યાંય વાંચવા નહીં મળે