ગરૂડ પુરાણ: આ પાંચ આદતોના કારણ જીવનમાં આવશે હંમેશા મુશ્કેલી, જો આવી ટેવ તમને પણ છે તો આજે જ છોડી દો

0
590

હિન્દુ ધર્મમાં એવા ઘણાં ગ્રંથ છે, જેમાં લાઈફ મેનેજમેન્ટને લઈને ઘણું બધું જણાવવામાં આવ્યું છે. આ જ ગ્રંથોમાંથી એક છે ગરૂડ પુરાણ. જેમાં જીવનથી જોડાયેલી ઘણી સારી વાતો જણાવવામાં આવી છે. જેમનું અનુસરણ કરીને તમે ઘણી પ્રકારની મુશ્કેલીઓથી સ્વયંને બચાવી શકો છો. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હંમેશા ખુશ રહે, પરંતુ ઘણીવાર આપણે પોતાના જીવનમાં કેટલીક એવી ટેવો અપનાવી લઈએ છીએ, જેના કારણે હંમેશા દુખી રહીએ છીએ. ગરૂડ પુરાણની આચાર સંહિતામાં કેટલીક એવી જ વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે જેના લીધે જીવનમાં કાયમ દુ:ખ રહે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહે તો આ વસ્તુથી શીઘ્ર ખસી જાઓ.

1. વધું ચિંતા કરવી
ચિંતા ચિતા સમાન હોય છે. આ વાતને સૌ કોઈ જાણે છે, પરંતુ તેને માને છે કે નહી આ તમારા ઉપર છે. વધું ચિંતા કરવાથી શારીરિક અને માનસિક રીતે અસર પડે છે. ચિંતાનું કારણ તમારા ચહેરાની સુંદરતા સાથોસાથ આખા શરીરની ઉર્જા ગુમ થઈ જાય છે.

ચિંતા શા માટે થાય છે? ચિંતા ના થાય માટે કોઈ રસ્તો ખરો? | Ravi-Purti-Columnists-02-February-2020-Mukund-Mehta-Fitness | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર ...

2. અજાણ ભય
ઘણાં લોકો એવા હોય છે જેને હંમેશા અસુરક્ષાની ભાવના ઉત્પન્ન થતી રહે છે. જેના કારણે હંમેશા કોઈને કોઈ પ્રકારે તમારા કામ પર બાધા આવે છે કારણ કે તમે તે કામને સંપૂર્ણ શક્તિથી નથી કરી શકતાં. તેની સાથે જ તમને સારી નિંદર નથી આવતી અને તમે ઘણી ખતરનાક બીમારીની ઝપેટમાં આવી જાવ છો.

ભય અને શંકાથી ઘણી વિકૃતિઓ થાય - Sandesh

3. ઈર્ષ્યા
ઘણાં લોકો હોય છે, જે બીજાની ખુશી, પ્રગતિ જોઈને ખૂબ ઈર્ષ્યા કરે છે. તમારી આ ટેવ જીવનના સુખને ખતમ કરી શકે છે. તમે કોઈની પ્રગતિથી બળો નહીં પરંતુ તેનાથી પ્રોત્સાહિત થઈને પ્રગતિના માર્ગ પર ચાલો.

ઈર્ષ્યા માત્ર મોટાઓમાં જ નહીં બાળકોમાં પણ હોય છે. - Sandesh

4. ક્રોધ
ગુસ્સો એક એવી વસ્તુ છે જે મોટાથી મોટા કામને બગાડી નાંખે છે. ગુસ્સામાં તમારા દ્વારા કરવામાં આવેલી વાતોથી સંબંધ પણ ખરાબ થઈ શકે છે. એટલા માટે કહેવાય છે કે ક્રોધ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. જે લોકો પોતાના ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા, તે મુસીબતમાં ફસાયેલા રહે છે.

ક્રોધની સર્વશ્રેષ્ઠ દવા વિલંબ છે - Janva Jevu

5. આળસ
જીવનમાં સુખ અને સફળતા ઈચ્છો છો તો હંમેશા આળસથી બચવું જોઈએ. એટલા માટે સવારે ઉઠીને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે યોગ, પૂજા-પાઠ અવશ્ય કરો.

હંમેશા આવે છે ઉંઘ અને આળસ? અહીં જાણી લો તેની પાછળનું શું છે કારણ - GSTV

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here