Homeજયોતિષ શાસ્ત્રગૌમુત્રમાં છે માતા લક્ષ્મીનો વાસ, તેનાથી ગ્રહોના દોષ અને અન્ય મુશ્કેલીઓ થાય...

ગૌમુત્રમાં છે માતા લક્ષ્મીનો વાસ, તેનાથી ગ્રહોના દોષ અને અન્ય મુશ્કેલીઓ થાય છે દૂર…

હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. મહાભારત અનુસાર દેવી લક્ષ્મી ગાયના છાણ અને ગૌમુત્રમાં નિવાસ કરે છે તેથી પૂજા-પાઠમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ગૌમૂત્રના અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ ઉપાય કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. તો જાણો ગૌમૂત્ર કઈ સમસ્યાઓ દૂર કરે છે…

1. જો કોઈ ઘરમાં નકારાત્મક ઉર્જાની અસર છે, તો પછી દરરોજ સવારે અને સાંજે ગૌમૂત્રમાં ગંગાજળ ભેળવી તેને આખા ઘરમાં છાંટવું જોઈએ. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

2. ઘરમાં જો વાસ્તુ દોષ અથવા કોઈની નજર પડે તો પણ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી આ સમસ્યાનું સમાધાન થાય છે.

3. જે વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ સ્થાન પર હોય, તેણે દરરોજ પાણીમાં ગૌમૂત્રના થોડા ટીપાં નાખી તે પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી રાહુનો દોષ દૂર થાય છે.

4. જો કોઈ વ્યક્તિ પર દુષ્ટ શક્તિનો પ્રભાવ હોય તો, તે વ્યક્તિ પર ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઇએ અથવા તેણે ગૌમૂત્રનું તિલક કરવું જોઈએ.

5. નવા ઘરમાં પ્રવેશતા પહેલા ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ, તેનાથી તમામ પ્રકારના વસ્તુ દોષ દૂર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments