Homeરસોઈજો તમે ગાયનુ ઘી આવી રીતે સ્ટોર કરો છો તો તે વર્ષો...

જો તમે ગાયનુ ઘી આવી રીતે સ્ટોર કરો છો તો તે વર્ષો પછી પણ ખરાબ થશે નહિ.

ખાવા પીવાની ઘણી વસ્તુઓ એવી છે કે જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામા ન આવે તો તેનો સ્વાદ બગડી જાય છે અથવા તેમાંથી ગંધ આવે છે. ખાસ કરીને દૂધમાંથી તૈયાર કરેલી બધી ખાદ્ય વસ્તુઓ સારી રીતે સંગ્રહિત થાય ત્યારે જ લાંબા સમય સુધી સારી રહે છે. આ વસ્તુઓમા ઘીનો પણ સમાવેશ થાય છે. તમે ઘી લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તેનો સ્વાદ પણ ઝડપથી બગડતો નથી. ઘી જેમ-જેમ જુનું થાય તેમ-તેમ વાપરી શકાય છે. પરંતુ જો ઘી બરાબર સંગ્રહિત ન થાય તો તેમાંથી ગંધ આવવા લાગે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ગાયના દૂધમાંથી તૈયાર કરેલા દેશી ઘીને કેવી રીતે સ્ટોર કરી શકો છો.

ઘી કાઢવાની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ :- ઘણા ઘરોમા બજારના ઘી ની જગ્યાએ દેશી ઘી નો ઉપયોગ કરવામા આવે છે. આ માટે દૂધમાંથી નીકળેલ મલાઈ ને એકઠી કરવામા આવે છે અને જ્યારે મલાઈ વધારે ભેગી થઈ જાય ત્યારે તેમાંથી ઘી કાઢવામા આવે છે. આ માટે તમારે ઘી માંથી કાઢેલી મલાઈને બરાબર સંગ્રહિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમારી મલાઈ ખાટી થઈ જાય તો ઘીનો સ્વાદ પણ સારો આવતો નથી. જો તમારે વધુ દિવસ મલાઈ એકત્રિત કરવી હોય તો તેને ઢાકીને ફ્રીઝરની અંદર રાખો. જો તમે ઇચ્છતા હોવ તો મલાઈ મા થોડુ દહીં ઉમેરો. આમ કરવાથી મલાઈ ખાટી નહી થાય અને ઘી પણ સારુ બહાર આવશે.

જૂના સમયમા ઘી સ્ટીલના ડબ્બા અથવા માટીના વાસણમા સંગ્રહિત કરવામા આવતુ હતુ. આનાથી વર્ષો સુધી ઘીનો સ્વાદ બગડતો નથી. પરંતુ સમય જતા રસોડામા વસ્તુઓ સંગ્રહિત કરવાની રીત બદલાઈ ગઈ છે. યુવા પેઢી માટીકામનો ઉપયોગ ખૂબ જ ભાગ્યે જ કરે છે. આજકાલ ઘી સ્ટોર કરવા માટે સ્ટીલ અને પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરવામા આવે છે.

ઘણા લોકો એવા છે જે તેના પેકિંગમા જ રહેવા દે છે. તે પછી કાગળના બોક્સમા હોય અથવા પ્લાસ્ટિકના બોક્સમા હોય. પરંતુ આ પદ્ધતિ યોગ્ય નથી. જો તમારે વધારે દિવસો માટે ઘીનો સંગ્રહ કરવો હોય તો તેને પ્લાસ્ટિકના ડબ્બામા રાખવાને બદલે સ્ટીલના વાસણમા સ્ટોર કરો. તેનાથી ઘીનો સ્વાદ અને રંગ બગડતો નથી.

હંમેશાં ઘીને ઢાંકીને રાખો. જો ઘીને હવા લાગતી હોય અથવા તેમાં પાણી ચાલ્યુ જાય તો ઘીનો સ્વાદ બગડી શકે છે. ઘરોમા ઘી સામાન્ય રીતે ફ્રિજની અંદર રાખવામાં આવે છે તેનાથી ઘી સખત બને છે. જ્યારે તેને ફ્રીજ માંથી બહાર કાઢવામાં આવે ત્યારે ઘણી સમસ્યા ઉત્પન થાય છે અને સમય પણ લાગે છે. જો તમે ફ્રિજમા ઘી રાખો છો તો તેનો ઉપયોગ કરતા પહેલા તેને ફ્રિજની બહાર કાઢી લો. આથી ઘી પીગળી જશે અને તેને બહાર કાઢવામા સરળતા રહેશે. એટલું જ નહી જ્યારે ટુંક સમયમા ઘી ને ડબ્બા માંથી બહાર કાઢવામા આવશે ત્યારે તેને હવા પણ લાગી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments