આપણે ઘણી વાર મૂર્ખ વ્યક્તિને ગધેડા જેવો છે એમ કહેતા હોઈએ છીએ. ભારતમાં ગધેડાઓનો ઉપયોગ સામાનની હેરફેર માટે કરવામાં આવે છે, પરંતુ મોટા વાહનોની સંખ્યા વધવાના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ગધેડાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલમાં ગધેડાઓ વિશે એવી વાત બહાર આવી રહી છે, જે સાભંળી લોકો તેને પોતાના ઘરમાં રાખવાનો વિચાર કરશે.
ગધેડીના દૂધના ફાયદાને કારણે તેનું દૂધ પ્રતિ લિટર 7,000 રૂપિયામાં વહેંચાઈ જાય છે. તો ચાલો જાણીએ ગધેડીના દૂધના ફાયદાઓ શું છે અને તેનો ભાવ પ્રતિ લિટર 7,000 રૂપિયા કેમ છે?
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે, ગધેડી અને ઘોડીના દૂધ ગાયના દૂધથી પણ વધુ સારું હોય છે. ગધેડીનું દૂધ મહિલાઓના દૂધ જેવું હોય છે, જેમાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ ઓછું હોય પરંતુ લેક્ટોઝ પ્રમાણ વધારે હોય. આ દૂધ ઝલ્દી ફાટી જાય છે, પરંતુ તેમાંથી પનીર કે ચીઝ બનાવી શકાતું નથી.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું છે કે ગધેડીના દૂધનો ઉપયોગ કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં પણ થાય છે. કારણ કે આ દૂધમાં કોશિકાઓને મજબુત કરવાનો અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણધર્મો રહેલો છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ઇજિપ્તની મહિલા શાસક ‘ક્લિયોપૈટ્રા’ તેની સુંદરતા વધારવા માટે ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. ગધેડીના દૂધ સ્ત્રીના દૂધ જેવું જ છે, અને તે એન્ટી-એજિંગ, એન્ટી–ઓક્સિડેન્ટ અને રિજેનેરેટિંગ કંપાઉંડ્સ જેવા તત્વો ધરાવે છે, જે ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના એનિમલ જિનેટિક્સ અને સંવર્ધન વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડી.એન. રાંકનું કહેવું છે કે, એક ગધેડી દિવસમાં વધુમાં વધુ અડધો લિટર દૂધ આપે છે. ભારતમાં ગધેડીના દૂધનો વ્યવસાય જેવો યુરોપ અને અમેરિકા થઈ રહ્યો છે તેવો થઈ રહ્યો નથી. પ્રોફેસર રેન્કે કહે છે કે વિદેશમાં ગધેડીનુંએક લિટર દૂધ 7,000 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.
તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં થોડા લોકોએ ફાર્મ રાખી ગધેડીઓનું પાલનપોષણ કરી તેનું દૂધ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો છે. મુંબઈના ‘સલીમ અબ્દુલ લતીફ’ વેરી રેયર ઓનલાઈન ડોટ કોમ નામની એક વેબસાઇટ ચલાવે છે. તે ઉંટ, ઘેટાં, ગાય અને ગધેડીનું દૂધ તેમજ તેમાંથી ઘી અને દૂધનો પાવડર ઓનલાઇન વેચે છે. તે કહે છે, “ગધેડીના દૂધની કોઈ ચોક્કસ કિંમત નક્કી નથી.
મોટાભાગના લોકો આ દૂધ ફક્ત દવાઓ અને કોસ્મેટિક્સના ઉપયોગ માટે લે છે. સલીમ કહે છે કે ગધેડીના દૂધનો ઓર્ડર જ્યારે વિદેશમાંથી મળ્યો હોય, ત્યારે તેનો ભાવ પ્રતિ લિટર 7,000 રૂપિયા લેવામાં છે કારણ કે આ દૂધ ઝડપથી બગડી જાય છે, તેથી તેને સારી રીતે સાચવવું પડે છે. તેમનું કહેવું છે કે, આ દૂધનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક્સ ચીજ-વસ્તુઓ બનાવવા માટે થાય છે.
ભારતમાં ગધેડાની સંખ્યા માત્ર લાખો થઈ ગઈ છે. ગધેડીના દૂધના ભાવ એક લીટર દીઠ હજાર રૂપિયાથી પણ વધુ છે. વર્ષ 2012 માં પ્રાણીઓની વસ્તી ગણતરીમાં ગધેડાઓની સંખ્યા 3.2 લાખ હતી, જ્યારે 2019 ની ગણતરીમાં તે ઘટીને 1.2 લાખ થઈ ગઈ છે. ગધેડાની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી ગધેડીના દૂધની માંગમાં વધારો થશે, તો તેની કિંમતમાં પણ વધારો થશે.