Homeધાર્મિકઘરમાં શંખ રાખતા પહેલા આ જરૂર થી વાંચો, એક ભૂલ અને ભગવાન...

ઘરમાં શંખ રાખતા પહેલા આ જરૂર થી વાંચો, એક ભૂલ અને ભગવાન વિષ્ણુ થશે ક્રોધિત…

શંખનો ઉપયોગ હિંદુ ધર્મમાં પૂજામાં થાય છે. સનાતન ધર્મમાં પણ શંખનું મહત્વ કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે શંખ એક શુભ વસ્તુ છે તેને ઘરની અંદર રાખવું તે શુભ ગણવામાં આવે છે. આ શંખ ઘરની અંદર આવેલી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાનું કામ કરે છે. તેને ઘરમાં રાખવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાના સ્તરમાં વધારો થાય છે.

એવું કહેવાય છે કે જે ઘરમાં શંખ ફુકાય છે તે ઘર માં દુષ્ટ શક્તિઓ ભટકતી નથી. શંખમાંથી નીકળતો અવાજ એટલી શક્તિ ધરાવે છે કે તે દરેક નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. ભગવાન વિષ્ણુ પણ શંખને શસ્ત્ર તરીકે રાખતા હતા. આધ્યાત્મિકતામાં શંખ ધ્વનિની તુલના ઓમ ધ્વનિ સાથે કરવામાં આવી છે.

ઘરમાં શંખ રાખવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. શંખને ઘરમાં રાખવાથી પૈસાને લગતી સમસ્યા પણ દૂર થાય છે. તેથી દરેક વ્યક્તિએ તેમના ઘરમાં શંખ રાખવો જ જોઇએ. જો તમે પણ તમારા ઘરમાં શંખ રાખવા જઇ રહ્યા છો તો તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ નહીં કરો, તો પછી શંખ હોવાનો ફાયદો મળવવાને બદલે, નુકસાન પણ થઈ શકે છે.

શંખને ઘરે લાવવા પહેલાં, આ બાબતો ધ્યાનમાં રાખો:

જ્યારે પણ ઘરમાં શંખ લાવો, એક નહીં પરંતુ બે શંખ લાવો. ઘરમાં બે શંખનું હોવું શુભ માનવામાં આવે છે. અને ઘરમાં એક શંખ રાખવું અશુભ માનવામાં આવે છે.

– ઘરમાં બે શંખ લાવીએ ત્યારે એક શંખ નો ઉપયોગ પૂજા માં કરવો અને બીજા શંખ નો ઉપયોગ વગાડવામાં કરવો.

– પહેલા શંખને પીળા કપડાથી લપેટીને પૂજા સ્થાને રાખો. જ્યારે પણ ભગવાનની પૂજા કરો ત્યારે તેની પણ પૂજા કરો. જેનાથી તમારા ઘર માં લક્ષ્મી નો વાસ રહેશે.

– દરરોજ સવારે અને સાંજે બીજો શંખ વગાડવો. તેનો અવાજ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરશે. સાથે જ પરિવારમાં તેનો અવાજ સાંભળવાથી સકારાત્મક વાતાવરણ બની રહેશે. ઘરના ઝગડા દૂર થશે.

-જ્યારે પણ તમે ધ્વનિ શંખ વગાડો, પહેલા તેને ગંગાજળ થી ધોઈ લો અને તેને સાફ કરો. જ્યારે તેનું કામ થઈ જાય, ત્યારે તેને સફેદ કપડામાં લપેટીને પૂજા સ્થાને રાખો.

આશા છે કે તમને શંખ બાબતની આ રસપ્રદ વાતો ગમી હશે. તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments