Homeરસોઈકાળા થઈ ગયેલા સ્વિચ બોર્ડને 5 મિનિટમાં કરો સાફ, બસ અજમાવો આ...

કાળા થઈ ગયેલા સ્વિચ બોર્ડને 5 મિનિટમાં કરો સાફ, બસ અજમાવો આ ઉપાય

સાફ અને સ્વસ્છ ઘરમાં જો સ્વિચ બોર્ડ કાળું થઈ ગયેલું જોવા મળે તો રૂમની રોનક ખરાબ થઈ જાય છે. રૂમની સાફ-સફાઈ આપણે નિયમિત કરીએ છીએ પણ સ્વિચ બોર્ડ કાળું થઈ ગયેલું જોવા મળે છે. એમ તો સ્વિચ બોર્ડ સાફ કરવાના ઘણા ઉપાય છે જેનાથી તેના ઉપર પડેલા દાગ-ધબ્બા અને ગંદકી પાંચ મિનિટમાં સાફ થઈ જશે. જો કે સ્વિચ બોર્ડ સાફ કરતી વખતે સાવધાન રહેવું પણ ખુબજ જરૂરી છે, પાણી છાંટીને સાફ કરવામાં કરંટ લાગવાનો ભય રહે છે. એટલા માટે હાથમાં ગલબ્સ(મોજા) અને પગમાં રબરની ચપ્પલ પહેરીને જ સફાઈ કરવી જોઈએ. આ સિવાય મેઈન સ્વિચને બંધ કરવાનું ના ભૂલવું જોઈએ. તેમજ સ્વિચ બોર્ડની સફાઈ શરૂ કરતા પહેલા તેને એક કોટનના કપડાંથી તેને લૂછી લેવું અને ત્યારબાદ તેને સાફ કરવાનું શરૂ કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે સ્વિચ બોર્ડની સફાઈ માટે આપણે કંઈ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ.

શેવિંગ ક્રીમથી કરો સફાઈ

તમારે એક બાઉલમાં શેવિંગ ક્રીમ લઈને તેને સ્વિચ બોર્ડ ઉપર લગાવો, એક મિનિટ પછી ટૂથ બ્રશ લઈને તેને રગડો, બે મિનિટ પછી કોટનના કપડાંથી લૂછી લો. ધ્યાનમાં રાખો કે તમારે શેવિંગ ક્રીમ ઉપર લગાડવાની છે, સ્વિચ બોર્ડની અંદર ન જાય તેનું ધ્યાન રાખવું અને છતાં પણ દાગ રહી જાય તો આ પ્રક્રિયા ફરી વાર કરો અને સાફ કરો. છેલ્લે કોટનના કપડાંને થોડું ભીનું કરો અને તેનાથી સ્વિચ બોર્ડને લૂછી લેવું.

નેલપેંઈન્ટ રિમૂવર પણ છે બેસ્ટ ક્લીનર

માર્કેટમાં કેટલાય પ્રકારના નખ ઉપર કરેલો કલર કાઢવા માટેના નેલ પેંઈન્ટ રિમૂવર મળે છે. જો તમારી પાસે પણ આ લિક્વિડ હોય તો તેને કોટનના કપડા પર લગાવીને સ્વિચ બોર્ડની સફાઈ કરો. એક વાર લગાડ્યા પછી ફરક તમને દેખાવા લાગશે. દાગ-ધબ્બા આછા થઈ ગયા હોય તો તેને ફરી વાર લગાવો અને તેને સાફ કરી લો. પાંચ મિનિટમાં તમને એકદમ ક્લીન સ્વિચ બોર્ડ દેખાવા લાગશે.

લીંબુ અને મીઠાનો કરો ઉપયોગ

લીંબુ અને મીઠાથી પણ સ્વિચ બોર્ડની સફાઈ કરી શકાય છે. આ માટે લીંબુના કાપીને તેના બે ભાગ કરી લો અને તેને મીઠામાં બોળીને તેને સ્વિચ બોર્ડ પર ધસો. બે મિનિટ માટે તેને એમજ રહેવા દેવું, ત્યારબાદ સ્ક્રબરની મદદથી તેને રગડીને સાફ કરો. છેલ્લે સ્વિચ બોર્ડ ઉપર જરા પણ ભેજ ના રહે એ માટે તેને કોટનના કપડાંથી એકદમ સાફ કરીને લૂછી લો.

બેંકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ

બેંકિંગ સોડા અને લીંબુ આ બન્નેનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો, જ્યારે સ્વિચ બોર્ડની સફાઈ કરી રહ્યા હોવ ત્યારે બન્નેને એક સાથે મિક્સ કરી લો, ત્યારબાદ જુના ટૂથબ્રશની મદદથી સ્વિચ બોર્ડ પર ધસો અને કોટનના કપડાંથી સાફ કરી લો. છતાં પણ આછા આછા દાગ-ધબ્બા રહી જાય તો આ પ્રક્રિયા ફરી વાર કરો.

ટોયલેટ ક્લીનરથી કરો સફાઈ

માર્કેટમાં કેટલાય પ્રકારના ટોયલેટ ક્લીનર ઉપલબ્ધ છે, પણ આપણે અહીં વાત કરી રહ્યા છીએ હાર્પિક ની. આને બ્રશ ઉપર લગાવો અને પછી સ્વિચ બોર્ડ પર ઘસો(રગડો). દાગ-ધબ્બા નીકળી જાય એટલે તેને કોરા કોટનના કપડાંથી લૂછી લો. જો તમે ઇચ્છો તો સ્વિચ બોર્ડ સાફ કરવા માટે અન્ય કોઈ ટોયલેટ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકો છો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો આને શેયર જરૂર કરજો અને આવી જ અન્ય માહિતી અને રસપ્રદ લેખ વાંચવા માટે જોડાયેલા રહો આપણી વેબસાઈટ ગુજરાત પેજ સાથે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments