ઘર બનાવતી વખતે, લોકો વાસ્તુ પર ધ્યાન આપે છે, પરંતુ ઘરની સજાવટ કરતી વખતે લોકો ઘડિયાળ અને અન્ય વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુને તેની સાચી દિશા મુકવી જોઇએ. દરેક ઘર અને ઓફિસમાં એક ઘડિયાળ હોય જ છે, કારણ કે, આપણને સમય જોવા માટે ઘડિયાળની જરૂર પડે છે, પછી ભલે તે ઘરનું કામ હોય કે ઓફિસનું કામ હોય.
પરંતુ શું તમે જાણો છો કે, ઘડિયાળને દીવાલ પર લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારા માટે દુર્ભાગ્ય લાવી શકે છે. તેથી, ઘડિયાળ લગાવતી વખતે વાસ્તુની આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલી અને ખરાબ ચીજોને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ઘરમાં ઘડિયાળ લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે, ઘડિયાળ ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ. ઘરમાં લગાવેલી ઘડિયાળ બંધ ન હોવી જોઈએ, બંધ ઘડિયાળને દીવાલ પરથી ઉતારી લેવી જોઈએ અને તેને ચાલુ કરી ફરી પાછી લગાડવી જોઈએ.
જો તમે તમારા ઘર અને ઓફિસમાં ઘડિયાળ લગાવી રહ્યાં છો, તો યોગ્ય દિશાને ધ્યાનમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘડિયાળ પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશાની દિવાલ પર લગાડવી જોઈએ. આનાથી કોઈપણ કાર્યમાં અવરોધ આવતા નથી. તેથી ઘડિયાળને ઉપરોક્તમાંથી કોઈ એક દિશામાં લગાડવી જોઈએ.
જે રીતે યોગ્ય દિશામાં લગાડેલી ઘડિયાળ આપણને ફાયદો આપે છે, તેવી જ રીતે, ખોટી દિશામાં લગાડેલી ઘડિયાળથી આપણને નુકસાન થઈ શકે છે. તેથી, ઘડિયાળને ખોટી દિશામાં લગાડવી જોઈએ નહીં.
વાસ્તુ શાસ્ત્ર મુજબ, દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. તેથી, ઘરે અથવા ઓફીસમાં દક્ષિણ દિશાની દીવાલ પર ક્યારેય ઘડિયાળ લગાડવી જોઈએ નહીં. આનાથી ઘર અને વ્યવસાયના વિકાસમાં અવરોધો આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર પણ ઘડિયાળ લગાડવી જોઈએ નહીં.