ટાટા કંપનીની નોકરી છોડી આ યુવતીએ શરૂ કરી ઓર્ગેનિક શાકભાજીનો બિઝનેસ, અત્યારે કરે છે 20 કરોડનું ટર્નઓવર..

813

આ વાત છે 39 વર્ષીય ગીતાંજલિ રાજામણિની, જેમણે પોતાની ટાટા કંપનીની નોકરી છોડી દીધી અને પોતાનો ઓર્ગેનિક વેજીસ નામથી વ્યવસાય શરૂ કર્યો અને તેમાં સફળતા પણ મેળવી.

પિતાના અચાનક મૃત્યુ પછી, ગીતાજલિની માતાએ તેની અને તેના મોટા ભાઈની સંભાળ એકલા પંડે કરી હતી. નાણાકીય તંગી હંમેશાં રહેતી હતી, પરંતુ તેની માતાએ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા કોઈ કસર છોડી ન હતી, તેણીએ હંમેશાં તેમની કાર્ય ક્ષમતા કરતા વધુ કાર્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગીતાંજલી પોતાનું બાળપણ યાદ કરતાં કહે છે કે, મારું કુટુંબ કેરળનો છે, મારો જન્મ હૈદરાબાદમાં થયો હતો. માતા-પિતા મારા બાળપણ શિક્ષણ અને શિસ્તને ખૂબ મહત્વ આપતા, મારો પરિવાર બાકીના દક્ષિણ ભારતીય પરિવારો જેવો જ હતો. ઉનાળાની રજાઓ દરમિયાન, અમે હંમેશાં કેરળનાં અમારા પૂર્વજોનાં ઘરે જતાં હતાં,

જ્યાં મેં મારું અડધું બાળપણ ખેતરો અને પહાડોમાં ભટકતા વિતાવ્યું હતું. મેં ત્યાંથી શાકભાજી છોડ વિશે શીખવાનું પણ શરૂ કર્યું. ગીતાંજલિએ વિજ્ઞાનમાં સ્નાતક અને એમબીએ કર્યું, ત્યારબાદ તેણે ક્લિનિકલ રીર્ચચ ઉદ્યોગમાં 12 વર્ષ સુધી કામ કર્યું હતું.

ગીતાંજલિએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) સાથે કામ કર્યું, જ્યાં તે વૈશ્વિક વ્યાપાર રીલેશન મેનેજર તરીકે નોકરી કરતી હતી. ત્યાં તે એક મોટી ફાર્મા કંપનીના મોટા પાયે કામગીરીનું સંચાલન કરતી હતી. ગીતાંજલિએ તેમનો કોરર્પોરેટ નોકરી છોડવાની અને સ્ટાર્ટઅપ શરૂ કરવાની યાત્રા જણાવતા કહે છે, કે “ટી.સી.એસ. માં મારી નોકરીએ મને ઉદ્યોગસાહસિકતા અને નફા-ખોટ, વેચાણ, ભાડે આપવું, કામગીરી વગેરે ઘણી બાબતો શીખવી.”

મને લાગ્યું કે મારી પોતાની કંપની શરૂ કરવાના વિચાર વિશે મારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને મને ઓર્ગેનિક ખેતીમાં ખૂબ રસ હોવાને કારણે મને બિજો કોઈ સારો વિકલ્પ મળ્યો નહીં. મારા પતિ અને મારા કુટુંબના દરેક સભ્યો હમેશાં મારી સાથે રહ્યા હતા જેણે મને નોકરી છોડી વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ મદદ કરી હતી.

સમયની સાથે, આપણી ખાવાની રીતો અને રૂટીન બધુ બદલાઈ રહ્યું છે. જંક ફુડના નામે, આપણે આપણા શરીરમાં ઝેર જેવો ખોરાક આરોગી રહ્યા છીએ ત્યારે ઓર્ગેનિક શાકભાજી અને અનાજ ખાઈએ છીએ તો એ આપણા માટે ખુબજ ફાયદાકારક હોય છે અને એ સંપૂર્ણપણે શુદ્ધ હોય છે અને આપણા શરીરને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતું નથી. જ્યારે સામાન્ય શાકભાજી પર દવા અને ખાતર દ્વારા દૂષિત થયેલા હોય છે અને તે કેન્સર જેવા ઘણા રોગોનું સીધું પરિણામ છે.

ગીતાંજલી આગળ જણાવે છે કે, “મેં બે સહ સ્થાપક શામિક ચક્રવર્તી અને સુદાકરણ બાલસુબ્રામિયન ના સહયોગથી 2017 માં મેં ફાર્મિઝનની સીઓઓ તરીકે સ્થાપના કરી હતી. જ્યારે અમે ઓર્ગેનિક શાકભાજી કેવી રીતે ઉગાડવી તે અંગે સંશોધન કરી રહ્યા હતા, ત્યારે અમને સમજાયું કે આ વ્યવસાયિક મોડેલ ઘણા લોકોને પસંદ પડશે અને ગ્રાહકો અને ખેડૂતો બંનેને મદદ કરશે. તેથી, અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું.

જેના માટે અમે એક એપ્લિકેશન બનાવી હતી, જેમાંથી કોઈ પણ વ્યક્તિ 2500 રૂપિયામાં 600 સ્કવેર ફૂટનું મિનિ ફાર્મ ભાડેથી રાખી શકે છે અને ગ્રાહકો એપ્લિકેશન દ્વારા કઈ શાકભાજી ઉગાડવા માંગે છે તે પણ પસંદ કરી શકે છે. ખેતર માલિક ખેડૂત તેમના માટે શાકભાજી ઉગાડે છે તેમજ એપ્લિકેશન પર તેમની સ્થિતિ, ફોટો વગેરે અપડેટ કરે છે. ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી શાકભાજી તૈયાર થતા ગ્રાહકોને પહોંચાડાય છે. આ ઉપરાંત, ગ્રાહકો અને તેમના પરિવારો કોઈપણ સમયે તેમના મીની ફાર્મની મુલાકાત લઈ અને કાર્ય જોઈ તેમજ કાર્ય કરી શકે છે.

આ કંપની જાન્યુઆરી 2017 માં શરૂ થઈ હતી, જે આજે 16000+ ગ્રાહકોની ધરાવે છે. તે 20 કરોડના વાર્ષિક ટર્નઓવર સાથે લોકડાઉનમાં પણ ઝડપથી વિકાસ પામી રહી છે. મિત્રો તમને આ સ્ટોરી ગમી હોય તો શેયર જરૂર કરજો અને ફેસબુકમાં આપણા પેજને લાઈક કરવાનું ભૂલતા નહી.

Previous articleશા માટે રાંદલ માંના લોટા તેડવામાં આવે છે, જાણો સંપૂર્ણ કથા અને ઈતિહાસ….
Next articleડાયાબિટીઝ અને એસિડિટીથી લઈને વજન ઘટાડવા માટે અસરકારક છે આ ઉપાય, જાણો મેથીના ફાયદાઓ…