બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણપતિની પૂજા કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. શાસ્ત્રો અનુસાર ગણેશજીના દરેક સ્વરૂપને શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેમ છતાં, ઘરમાં આ 5 પ્રકારની ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. તો જાણો તમારા ઘરમાં ક્યા પાંચ પ્રકારની ગણેશજીની મૂર્તિ રાખવી જોઇએ.
કેરી, પીપળો અને લીમડાથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર મુકવી જોઈએ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે જેને ધન અને સુખમાં વૃદ્ધિ પાત્ર માનવામાં આવે છે. આ સાથે ભગવાન ગણેશ પરિવારનો બૌદ્ધિક વિકાસ પણ કરે છે.
ગાયના છાણમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ ધનમાં વધારો કરે છે. ગણેશજીની આવી મૂર્તિ તમે તમારા ઘરે રાખી શકો છો. ગાયના છાણમાંથી બનેલી ગણપતિજીની મૂર્તિથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંત રહે છે. તેમની પૂજા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
રવિવારના દિવસે અથવા પુષ્ય નક્ષત્રમાં, શ્વેતાર્ક ગણેશની મૂર્તિ ઘરે લાવો અને તેમની નિયમિત પૂજા કરો. ગણેશની આ મૂર્તિને ધન અને સુખ વૃદ્ધિ કારક માનવામાં આવે છે. ગણેશજીની પૂજા કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થાય છે અને જાતકોને ઘણા ફાયદા થાય છે.
ક્રિસ્ટલથી બનેલી ગણેશ મૂર્તિને વાસ્તુ દોષો દૂર કરવામાં માટે અસરકારક માનવામાં આવે છે. ગણેશજીની સાથે ક્રિસ્ટલથી બનેલી લક્ષ્મીજીની મૂર્તિની પૂજા કરવાથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આથી ઘરમાં આર્થિક સંકટો અવતા નથી.
હળદરથી બનેલી ગણેશજીની ખૂબ જ શુભ અને સુખદાયક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આનંદ આવે છે. પરિવારના સભ્યોમાં ભાઈચારો અને પ્રેમ વધે છે.