એવું માનવામાં આવે છે કે, ગંગામાં સ્નાન કરવાથી બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. ગંગા નદીનું પાણીને સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. દરેક હિન્દુ લોકો તેના ઘરમાં ગંગાજળને રાખે છે. એવું કહેવામાં આવે છે કે, ગંગા નદી એ વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેનું પાણી ક્યારેય અશુદ્ધ થતું નથી. વેદ, પુરાણો, રામાયણ, મહાભારત જેવા તમામ ધાર્મિક ગ્રંથોમાં ગંગાના મહિમાનું વર્ણન છે.
લોકો ગંગાની પૂજા કરવા જાય ત્યારે ત્યાં ભોજન કરે છે અને પ્લાસ્ટિક, કચરો વગેરે ત્યાં જ ફેંકી દે છે. ગંગાની પૂજા કરતી વખતે લોકો લાખો ફૂલો-હાર, નાળિયેર વગેરે ગંગાના પાણીમાં નાખે છે. ધાર્મિક માન્યતાને કારણે ઘણા લોકો તેમના પિતૃઓના અસ્થિને ગંગામાં પધરાવે છે. ગંગામાં રોજ લોકો 2 કરોડ 29 લાખ લિટરથી વધુ પ્રદૂષિત કચરો નાખે છે.
ઘણા વૈજ્ઞાનિકોના મતે, ગંગાનું પાણી સિંચાઈ કરવામાં પણ યોગ્ય નથી. તેમ છતાં, ગંગાનું જળ આખા દેશમાં વેચાઈ છે. લાખો ભક્તો ગંગાનું જળ બોટલોમાં ભરીને લઈ જાય છે અને પૂજામાં આ જળને ઉપયોગ કરે છે.
આ ગંગા જળ ક્યારેય અશુદ્ધ થતું નથી. તમે તેને વર્ષો પછી પણ ખોલીને સુંઘો તો તેની ખરાબ ગંધ આવતી નથી. એવું કહેવામાં આવે છે કે, વૈજ્ઞાનિક સાબિત કર્યું છે કે, નદીના પાણીમાં એવા બેક્ટેરિયા છે જે ગંદકી અને રોગ ફેલાવતા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આને લીધે ગંગાનું પાણી અશુદ્ધ થતું નથી.
ભારતની સૌથી મહત્વપૂર્ણ નદી ગંગાનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. જો ગંગાનું જળ ઘરમાં બોટલ અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં સંગ્રહિત કરવામાં આવે તો તે ઘણા વર્ષો સુધી અશુદ્ધ થતું નથી. અને તેનો ઉપયોગ અનેક પ્રકારની પૂજામાં કરવામાં આવે છે.
એક સામાન્ય માન્યતા છે કે, વ્યક્તિને મરતી વખતે ગંગાજળ પીવડાવવામાં આવે તો તે વ્યક્તિને મોક્ષ મળે છે. ગંગાજળ પીવાથી ઘણા રોગો દૂર થાય છે. આ પાણી પીવાથી કોલેરા અને મરડો જેવી બીમારીઓમાં રાહત મળે છે. આમ ગંગાના જળને સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે.