Homeધાર્મિકશું તમે જાણો છો, ગણપતિ બાપ્પાને ''મોરયા'' કેમ કહેવામાં આવે છે, અને...

શું તમે જાણો છો, ગણપતિ બાપ્પાને ”મોરયા” કેમ કહેવામાં આવે છે, અને મોરયા શબ્દનો અર્થ શું છે.

તમને ગણપતિનો અર્થ તો ખબર જ હશે કે, ગણ શબ્દનો અર્થ સમૂહ થાય છે. અને ગણના પતિ એટલે ગણપતિ. બપ્પાનો અર્થ પિતા થાય છે. પરંતુ તમે મોરયા શબ્દનો અર્થ નહીં જાણતા હોવ? મોરયા શબદનો અર્થ છે પૂજા. પરંતુ ગણપતિ બાપ્પા મોરયા શબ્દમાં મોરયાનો અર્થ કંઇક અલગ છે.

ગણપતિ બાપ્પા મોરયા શબ્દમાં મોરયા શબ્દ પાછળ એક અદભુત કથા છે. મોરયા સ્વામીનો જન્મ મોરગાંવ (ગણપતિ, અષ્ટવિનાયકોમાંથી એક)માં થયો હતો, તેમના પિતા વામનભટ્ટ અને માતા પાર્વતીબાઇ કર્ણાટકના હતા. તેમને કોઇ સંતાન ન હતું એટલે તે તીર્થ યાત્રા પર નીકળ્યા હતા અને કનહાં નદીના તટ પર સ્થાઇ થયા. 

ત્યાંના લોકોએ તેમને કહ્યું કે, જે લોકો અહીં મોરેશ્વરની તપસ્યા કરે, તેમની બધી મનોકામના પુરી થાય છે. અહીં વામનભટ્ટે પુત્ર પ્રાપ્તિ માટે 18 વર્ષ સુધી તપસ્યા કરી અને તેની તપસ્યાના 15 વર્ષ પુરા થયા ત્યારે ભગવાન મોરેશ્વર તેમના સપનામાં આવ્યા અને તેને કહ્યું કે, તમારી મનોકામના 3 વર્ષ બાદ પૂર્ણ થશે.

પછી વામનભટ્ટે ફરીથી 3 વર્ષ સુધી તે સ્થાન પર તપસ્યા કરી અને 18 વર્ષ બાદ ભગવાન મોરેશ્વર તેમના સપનામાં આવ્યા અને કહ્યું કે, હું સ્વયં તમારા ઘરે પુત્રના સ્વરૂપમાં જન્મ લઇશ. અને પછી 1375માં મદય સૂદના ચોથના દિવસે બપોરે, પાર્વતીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ‘મોરયા’ રાખવામાં આવ્યું.

આ બાળક બે વર્ષનો થયો છતાં કંઇ જ બોલતો ન હતો. પછી એકવાર તેના ઘરે એક મહર્ષિ આવ્યા અને આ મહર્ષિ બાળકના શરીરને સ્પર્શ કર્યા. તો આ બાળક તરત જ બોલતો થઈ ગયો. તે ”ઓમ ગણપતેય નમઃ” બોલ્યો તેથી તેમના માતા-પિતા ખુશ થઇ ગયા. 

અને 186 વર્ષની ઉંમરમાં માગસર વદ-3 ના દિવસે, મોરયાએ સમાધિ લીધી હતી. અને હજારો ભક્ત હજુ પણ મોરયા ગોસાવીના દર્શન કરવા માટે પૂના નજીક ‘ચિંચવડ” જાય છે. આમ ત્યારથી ”મોરયા” શબ્દ પ્રસિદ્ધ થયો. અને તે ગણપતિનો એક અવતાર હોવાથી આપણે ગણપતિને મોરયા કહીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments