બે મીનિટ પહેલા ઓફિસ છોડવા પર સરકારી કર્મચારીઓને મળે એવી સજા કે જાણીને તમે પણ ચોકી જશો

507

ભારત એવો દેશ છે ત્યાં સરકારી કર્મચારીની કામ કરવાની રીત સૌથી અલગ હોય છે, અહીંયા ઓફિસના કામ કરવાથી લઈને તેનું આવવું જવું પણ પોતાના મુજબ હોય છે. અહીંના સરકારી કર્મચારી ક્યારે ઓફિસ આવે છે અને ક્યારે જાય છે, તેના વિશે કોઈને ખબર નથી હોતી. અહીયાના સરકારીના કામને લઈને લોકો પરેશાન થઈ જાય છે. ત્યારે તો સરકારી ઓફિસના દરેક કામ ફાઈલના અંદર જ રહી જાય છે, પરંતુ એક દેશ એવો પણ છે ત્યાં કામને લઈને ખૂબ સાવચેત રહેવું પડે છે. પછી તે ખાનગી કંપનીમાં કામ કરનારા લોકો હોય કે પછી તે સરકારી કર્મચારી.

Japan's shrinking labor force finds ways to fight 'karōshi'

જાપાનમાં નિયમ એટલો કડક છે કે કોઈપણ સરકારી કર્મચારી પોતાના મુજબ ના તો કામ કરી શકે છે ના તો રજા લઈ શકે છે. એટલું જ નહીં જે લોકો માત્ર 2 મીનિટ પહેલા ઓફિસ છોડી દે છે તો એટલા માટે તેને ભોગવવી પડે છે સજા. તેનો પગાર કાપની ચેતવણી આપવામાં આવે છે. જણાવવામાં આવે છે કે વર્ષ 2019થી જાન્યુઆરી 2021 વચ્ચે 316 વાર કર્મચારીઓએ બે મીનિટ પહેલા ઓફિસ છોડી હતી ત્યાર પછી તે કર્મચારીઓનો પગાર કાપી નાંખવામાં આવ્યો હતો.

એટલું જ નહીં આ દેશનો કોઈ કર્મચારીઓ જલ્દી ઓફિસથી નીકળવાના ચક્કરમાં હાજરી કાર્ડમાં ખોટો સમય લખી દે તો તેને સજા તરીકે તેનો ત્રણ મહિનાનો પગારમાંથી દસમો ભાગ કાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

જાપાનમાં આવું પહેલી વાર નથી થયું. આમના પહેલા પણ વર્ષ 2018માં કોબે પ્રાંતના પાણી વિભાગના એક સરકારી કર્મચારીએ બપોરનું ભોજન કરવા માટે ત્રણ મીનિટ પહેલા પોતાની ડેસ્ક છોડ્યું હતું જેથી તે ખાવાનું ખરીદી શકે પરંતુ તેના માટે તેને સજા આપવામાં આવી. અને ઘણાં કર્મચારીઓને કડક ચેતવણી સાથે નોટિસ જારી કરવામાં આવી.

25 Most Interesting Things about Japanese Business Culture that You Mayn't Know (Part 1)

જાપાન પોતાના કર્મચારીઓ માટે જેટલું કડક છે એટલું જ સ્પેન પોતાના કર્મચારીઓના ફાયદા વિશે વધું વિચારે છે. ત્યાંની સરકાર વર્ક-લાઈફ બેલેન્સ બનાવવાના પ્રયત્નો કરે છે. સ્પેનની સરકાર ઈચ્છે છે કે ત્યાંના લોકો ફક્ત ચાર દિવસ કામ કરે અને ત્રણ દિવસ આરામ. જેથી કર્મચારી જ્યારે પણ ઓફિસ આવે તો એક નવા ઉત્સાહ સાથે આવે. જો આ ફોર્મૂલા લાગૂ પડે છે તો સ્પેન દુનિયામાં એવું કરનારો પહેલો દેશ બની જશે. જ્યાં ચાર દિવસનું અઠવાડિય હશે. હાલમાં તેની કોશિશ અમુક કંપનીઓ કરી રહી છે.

Previous articleહનુમાનજી પૂરા કરશે તમારા તમામ અટકેલા કામ, આ દિવસે કરો આ ચમત્કારી ઉપાય
Next articleમાતા લક્ષ્મી કેમ દબાવે છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુના પગ? 99 ટકા લોકો આ વાત નહીં જાણતા હોય