Homeરસોઈઆજે બનાવો ગ્રીન તુવેરના લીલવા મેથીનો હાંડવો…

આજે બનાવો ગ્રીન તુવેરના લીલવા મેથીનો હાંડવો…

હાંડવો બધાને ત્યાં બનતો હોય છે પણ આ હાંડવો ઉપરથી બેક થાય છતાં ગ્રીન કલર પકડી રાખે છે અને ટેસ્ટમાં પણ ખુબજ સરસ લાગે છે, તો આપણે આજે એની રેસિપી જોઈએ…

સામગ્રી:-

૧ ચમચો તેલ

૧ વાટકી ખાટુ દહીં

લીલા મગની દાળ ૧ વાડકી

ચણાની દાળ ૧ વાડકી

ચોખા ૧ વાડકી

તુવેર દાળ ૧ વાડકી

મરચા, આદુ અને લસણની પેસ્ટ

લીલી મેથી

લીલું લસણ

લીલી તુવેરના દાણા

લીલાં ધાણા

મીઠું

ખાંડ

હળદર પાવડર

ધાણા પાવડર

શેકેલા તલ

શેકેલા શીંગદાણા

ખાવાનો સોડા

બનાવાની રીત:-

અડદ દાળ અડધી વાડકી આ બધું ઓવર નાઈટ પલાળી સવારે દર દરું પીસી લેવું ,એમાં તેલ એક ચમચો અને એક વાડકી ખાટું દહી એડ કરી સાઈડ પર મૂકવું.

હવે તેમાં મરચા ,આદુ અને લસણ પીસીને નાખવું, સાથે મેથી ઝીણી સમારીને વોશ કરી એડ કરવી, લીલું લસણ ઝીણું કાપીને એડ કરવું, અને તુવેરના લીલવા એટલે કે દાણા પીસીને એડ કરવા.

દાણા મે ફોટોમા મૂક્યા છે એ કરતા વધારે પણ લઈ શકાય, લીલાં ધાણા, મીઠું, ખાંડ, હળદર પાવડર અને ધાણા પાવડર સાથે શેકેલા તલ અને શીંગ દાણા એડ કરી ચાર કલાક મૂકી રાખવું પછી એમાં કુકિંગ સોડા એડ કરી હાંડવા ના કૂકર કે પેનમા વઘાર કરીને હાંડવો સિજાવા મૂકી દેવો, ૨૦ મિનિટ મા આ હાંડવો તૈયાર થઇ જસે તો ગ્રીન તુવેરના દાણા અને મેથી ભાજીનો હાંડવો તૈયાર છે.

રેસીપી અને ફોટો સૌજન્ય:- અરૂણાબેન શાહ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments