આપણા શરીર માટે દૂધ કેટલું મહત્વનું છે તે આપણે બધા જાણીએ જ છીએ. તેથી નાના મોટા તમામ લોકોએ દૂધ પીવું જોઈએ. દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન ડી હોય છે. પરંતુ દૂધ ગરમ પીવું જોઈએ કે ઠંડુ? આ સવાલ દરેકના મગજમાં આવે છે. કેટલાક લોકોને ગરમ દૂધ પીવું ગમે છે, તો કેટલાક લોકોને ઠંડુ દૂધ પીવું ગમે છે. તમારા શરીર માટે દુધ વધારે સારું છે તેના વિષે જાણીએ.
દૂધ પીવું આપણા બધા માટે મહત્વપૂર્ણ છે. દૂધ પીવાથી આપણા શરીરમાં કેલ્શિયમ પોટેશિયમ અને વિટામિન ડી મળે છે. દૂધ ઠંડા અથવા ગરમ બંને રીતે પીઈ શકે છે. બંને રીતે દૂધ પીવાથી અલગ અલગ ફાયદા થાય છે. અહીં જાણો તમારે દૂધનું સેવન કેવી રીતે કરવું જોઈએ.
ગરમ દૂધ પીવાથી એ ફાયદો છે કે, તેનું પાચન સરળતા થઈ જાય છે. બીજી બાજુ, જો તમારા શરીરમાં લૈક્ટોઝનું પાચન થતું નથી, તો તમારે ગરમ દૂધ પીવું જોઈએ.
જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે, તો તમારે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. ગરમ દૂધમાં ટ્રિપ્ટોફૈન નામનું એમિનો એસિડ હોય છે જે સેરોટોનિન અને મેલાટોનિન નામનું એક રસાયણ ઉત્પન્ન કરે છે, જેનાથી તમને જલ્દી સારી ઉંઘ આવી જાય છે.
ઠંડુ દૂધ પીવાથી પેટમાં એસિડિટીને કારણે થતી બળતરાથી રાહત મળે છે. જમ્યા પછી અડધો ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી એસિડની સમસ્યામાંથી રાહત મળે છે. જો તમારા શરીરમાં પાણી ઘટી જતું હોય તો ઠંડા દૂધ પીવું જોઈએ. ઠંડુ દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. પરંતુ જો તમે ફ્લૂ અને શરદીથી પીડિત છો, તો તમારે ઠંડુ દૂધ પીવું જોઈએ નહીં.
ડોકટરોના કહેવા મુજબ, વધારે પડતું ગરમ દૂધ પીવું જોઈએ નહીં, નવશેકું દૂધ પીવું જોઈએ. તેવી જ રીતે ઠંડા દૂધને રેફ્રિજરેટરમાંથી બહાર કાઢ્યા પછી થોડા સમય બાદ પીવું જોઈએ.