ભગવાન ગરુડ વિશે બધા લોકો જાણતા જ હશે. તે ભગવાન વિષ્ણુનું વાહન છે. ભગવાન ગરુડને વિનાયક, ગરુમાત્ત, તાક્ષ્ર્ય , વૈનતેય, નાગાન્તક, વિષ્ણુરથ, ખગેશ્વર, સુપર્ણ અને પન્નગાશન નામોથી પણ ઓળખવામાં આવે છે. ગરુડને હિન્દુ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મમાં પણ એક મહત્વપૂર્ણ પક્ષી માનવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથો અનુસાર, ગરુડને સુપર્ણ (સારી પાંખવાળા) કહેવામાં આવે છે. જાતક કથાઓમાં પણ ગરુડ વિશે ઘણી વાતો છે.
એવું માનવામાં આવે છે કે, ગરુડની એક એવી પ્રજાતિ હતી, જેને બુદ્ધિશાળી માનવામાં આવતી હતી અને તેનું કામ સંદેશાને એક સ્થેળેથી બીજા સ્થળે પહોંચાડવાનું હતું. એવું કહેવામાં આવે છે કે, તે એટલું વિશાળકાય પક્ષી હતું કે, હાથીને જે તેની ચાંચમાં લઈ ઉડી શકતું હતું.
ગરુડની જેવા બે પક્ષીઓ જ રામાયણ કાળમાં પણ હતા, જે જટાયુ અને સમ્પાતિ તરીકે જાણીતા હતા. તે બંને પણ દંડકારણ્ય પ્રદેશમાં રહેતા હતા. તેમના માટે અંતર કોઈ મહત્વનું નહોતું. સ્થાનિક માન્યતા અનુસાર, દંડકારણ્યના આકાશમાં જ રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થયું હતું અને દંડકારણ્યમાં જટાયુના શરીરના કેટલાક ભાગો પડ્યા હતા, તેથી અહીં તેનું એક મંદિર પણ છે.
પક્ષીઓમાં ગરુડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે સમજદાર અને બુદ્ધિશાળી પક્ષી હોવા સાથે ઝડપથી ઉડવાની ક્ષમતા પણ ધરાવે છે. ગીધ અને ગરુડ વચ્ચે તફાવત છે. સંપૂર્ણ ભારતમાં ગરૂડનો વધુ પ્રચાર અને પ્રસાર કેમ છે, તે જાણવું જરૂરી છે. ગરુડ વિશે પુરાણોમાં અનેક કથાઓ છે. રામાયણમાં તો ગરુડ વિષે સૌથી વધારે કથાઓ છે.
ભગવાન વિષ્ણુના વાહન ગરુડનું રહસ્ય શું છે? હિન્દુ ધર્મમાં શા માટે તેને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શું છે તેના જન્મનું રહસ્ય અને તે પક્ષીમાંથી ભગવાન કેવી રીતે થયા. આ બધી બાબતોનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે.