Home ધાર્મિક જાણો ગરુડ પુરાણ વિષે, જેની આ બાબતોનું પાલન કરવાથી જીવનમાં મળશે સફળતા…

જાણો ગરુડ પુરાણ વિષે, જેની આ બાબતોનું પાલન કરવાથી જીવનમાં મળશે સફળતા…

152

18 પુરાણોમાંથી ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણના અધિષ્ઠ દેવતા ભગવાન હરિ વિષ્ણુ છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં સારા અને ખરાબ કાર્યો અનુસાર પ્રાપ્ત થતા ફળ વિષે વિગતવાર વર્ણન કરવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં એવી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ છે, જેને અપનાવવીને વ્યક્તિ તેના જીવનમાં સફળ થઈ શકે છે. ગરુડ પુરાણની બાબતોનું યોગ્ય રીતે પાલન કરવાથી આ લોકની સાથે પરલોકમાં પણ મનુષ્યને સદ્દગતિ પ્રાપ્ત થાય છે.

ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિ નિયમિતપણે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને તેમના દિવસની શરૂઆત કરે છે. તે વ્યક્તિ દરેક કાર્યમાં સફળ થાય છે. કેટલાક લોકો જયારે કામ હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ જીવનમાં સફળ થવા માટે, નિયમિત ભક્તિ કરવી જોઈએ. વિષ્ણુ જગતના પાલનહાર છે. તેમની ભક્તિથી કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. પરંતુ પૂજા કરતી વખતે શરીર અને મન બંનેની પવિત્રતા હોવી જરૂરી છે.

શાસ્ત્રોમાં એકાદશી વ્રતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. એકાદશી વ્રતને તમામ વ્રતો કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી એકાદશીનું વ્રત કરવું જોઈએ અને તે દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવી જોઈએ. આનાથી જીવનમાં સફળ બનાવવાની સાથે સાથે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે. એકાદશીના દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ અને વિક્ષેપોથી પણ દૂર રહેવું જોઈએ.

આ કલિયુગના સમયમાં પણ ગંગા ભવતારિણી છે. તેથી, ગંગા જળ અને ગંગામાં સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં ગંગા જળ રાખવું ખૂબ શુભ છે. કોઈ પણ કામ પર જતા પહેલા માતા ગંગાનું ધ્યાન કરવું અને પોતાના પર ગંગાના જળનો છંટકાવ કરવો. આમ કરવાથી તમને કાર્યોમાં સફળતા મળશે. પરંતુ મનમાં પવિત્રતા હોવી પણ જરૂરી છે.

ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી તુલસીનો છોડ ઘરે રાખવો જ જોઇએ. દરરોજ સ્નાન કર્યા પછી તુલસીને પાણી રેડવું જોઈએ તુલસીના ક્યારા પાસે અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસીનો ભોગ અર્પણ કરવો જોઈએ. તેનાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી.