Home જાણવા જેવું જાણો ગુજરાતના આ ૮ કિલ્લા વિષે કે જે ફરવા માટે ખુબજ ઉત્તમ...

જાણો ગુજરાતના આ ૮ કિલ્લા વિષે કે જે ફરવા માટે ખુબજ ઉત્તમ છે.

588

ગુજરાતમા અસંખ્‍ય એવા કિલ્‍લાઓ વિવિધ સ્‍થળોએ આવેલા છે. જે હિન્‍દુ, મુસ્‍લિમ અને યુરોપિયન કળા સ્‍થાપત્‍યની ઝાંખી કરાવે છે. ગુજરાતમાં આવેલા કિલ્‍લાઓ અને મહેલો તેના સ્‍થાપત્‍ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમા હિન્‍દુ, મુસ્‍લિમ તેમજ યુરોપિયન સ્‍થાપત્‍યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમા પૌરાણિક કિલ્‍લાઓ અને મહેલો ઐતિહાસિક સાંસ્‍કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્‍યને ઉજાગર કરે છે.

૧) લખોટા કિલ્‍લો, જામનગર :- આ કિલ્‍લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમા રૂપાંતરિત થયો છે. તે ૯ થી ૧૮ મી સદી દરમિયાનના સ્‍થાપત્‍યનુ એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્‍તારમા ફેલાયેલો છે. આ કિલ્‍લો અર્ધવર્તુળાકારમા બનાવવામા આવ્‍યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્‍ત્રાગાર અને અન્‍ય યુદ્ધ સામગ્રીનો સંગ્રહ થયેલો છે.

લખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લખોટાનો કિલ્‍લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્‍ત્રો માટે જાણીતુ છે. આ કિલ્‍લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહિનુ મુખ્‍ય આકર્ષણ કુવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે.

૨) પાવાગઢ કિલ્‍લો, પંચમહાલ જિલ્‍લો :- આ કિલ્‍લો ઐતિહાસિક બેનમૂન સ્‍થાપત્‍ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્‍લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો છે. હિન્‍દુ અને જૈનો તેમની ધાર્મિક માન્‍યતાઓને લીધે તેની મુલાકાત લે છે. સુલતાન મહોમ્‍મદ બેગડાએ આ કિલ્‍લાનો નાશ કરેલો. આ કિલ્‍લાનુ નવનિર્માણ તેના વંશજોએ કરેલુ. તેણે આજનુ ચાંપાનેર શહેર વિકસાવ્‍યુ હતુ.

૩) ઉપરકોટકિલ્લો જુનાગઢ :- ઉપરકોટનો કિલ્‍લો ગુજરાતમા નવાબી મોહમ્‍મદ બેગડા અને ચુડાસમા શાસકના યુગના પ્રતીક સમાન છે. આ કિલ્‍લો પ્રાચીન લોકોની સ્‍થાપત્‍ય વિશેની સમજણ વિશે પુરાવા આપે છે. આ કિલ્‍લો હિન્‍દુ, બુદ્ધ, જૈન બ્રિટિશ કૉલોની, ઇસ્‍લામિ હુમલો અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. મુસ્‍લિમોએ તેમા મસ્‍જીદ બનાવી હતી. બુદ્ધોએ ર જી સદીમા અહી તેમની ગુફાઓ બનાવી હતી. કિલ્‍લામા એક મુખ્‍ય વિશિષ્ટ પ્રવેશદ્વાર છે. કિલ્‍લાની દિવાલો ૨૦ મીટર ઊંચી છે.

૪) ડભોઇ કિલ્‍લો :- નર્મદા ડેમનો મુખ્‍ય પ્રવેશદ્વાર ડભોઇ કિલ્‍લો છે. તે ગુજરાતના દર્ભવતી શહેર પાસે આવેલો છે. તે દક્ષિણ-પૂર્વ વડોદરાથી ૨૯ કિ.મી. દૂર આવેલો છે. તે ૧૩ મી સદીમા રાજપૂતોની યાદ અપાવે છે.
આ કિલ્‍લો ૬ઠ્ઠી સદીની આસપાસ બનાવવામા આવ્યો હતો. ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૩-૧૧૪૩) આ કિલ્‍લાનો વિકાસ કરેલો હતો. આ કિલ્‍લો હિન્‍દુ પરંપરાને ઉજાગર કરે તેવુ સ્થાપ્ત્ય ધરાવે છે. આ કિલ્‍લાનુ કોતરણી કામ બેનમુન છે.

આ કિલ્‍લાના ચાર મુખ્‍ય પ્રવેશ દ્વાર છે. તેમા મુખ્‍યત્‍વે હીરા ભગોલ ખૂબ જ સુંદર સ્‍થાપત્‍ય કળાનો નમૂનો છે. જે હિરાઘર નામના શિલ્‍પી દ્વારા બનાવવામા આવ્‍યો હતો. પશ્ચિમ મા વડોદરા ગેટ, પૂર્વમા હિરાદ્વાર, ઉત્તરમાં ચાંપાનેર અને નાંદોદ દક્ષિણમા આવેલ છે. ઘણી જૈન પ્રતિભાઓએ વસવાટ કરેલો હતો. આ કિલ્‍લો પ્રાચીન ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવે છે.

૫) જૂનો કિલ્‍લો, સુરત :– સુરતનો જૂનો કિલ્‍લો ઐતિહાસિક રીતે ખૂબ જ અગત્‍યનો છે. મોહંમદ તઘલક (૧૩૨૫ થી ૧૩૫૧) એ ઇ.સ. ૧૩૪૭મા સુરતમા આ કિલ્‍લાની નવરચના કરી હતી. સમ્રાટ ફિરોજ તઘલક (૧૩૫૧ થી ૧૩૮૮) ભીલોના આક્રમણથી બચવા માટે કિલ્‍લોને વધુ મજબૂત બનાવ્‍યો હતો. તે એને ભારતના મુગલ શાસકો દ્વારા ઊભા કરવામા આવ્‍યા હતા. ત્‍યારબાદ આ કિલ્‍લો છત્રપતિ શિવાજી મહારાજે જીત્‍યો હતો. આ કિલ્‍લો હવે મહાનગરપાલિકાના કાર્યાલય તરીકે વપરાશમા આવે છે.

૬) ભુજીયા ટેકરીનો કિલ્‍લો, ભુજ :– ભુજની ચારેતરફ ખૂબજ રમણીય લાગતા ભુજીયા ટેકરીની ઝાંખી જોવા મળે છે. ભુજ શહેરનુ નામ આ કિલ્‍લાના નામ પરથી પડ્યુ હતુ. રાવ ગોડજીએ આ કિલ્‍લો ઇ.સ. ૧૭૨૩ મા બંધાવ્‍યો હતો. ત્‍યારબાદ આ કિલ્‍લાનુ નામ ભુજંગ નાગ, સાપનું મંદિર પાડવામા આવ્યુ હતુ. બ્રિટિશ કર્નલ વિલિયમ કોરએ આ કિલ્‍લાને ઇ.સ. ૧૮૧૯ મા જીત્‍યો. તેણે પૂર્ણ કિલ્લો પર્વતની ઉંચાઇ સુધી લઇ ગયા. તેની ઉંચાઇ ૧૬૦ મીટર છે. બાહ્ય હુમલાઓથી રક્ષણ મેળવવા માટેના હેતુથી બનાવાયો હતો.

૭) ઈલવા દુર્ગા કિલ્લો :- આ કિલ્‍લાના ઉલ્‍લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. બ્રિટિશ હકુમત વખતે તેમને બનાવેલ મહી નદી કિનારેના થાણા, રાઠોડ અને રાજપૂતો એ અહી શાસન કર્યું હતુ. આ કિલ્‍લો કુદરતી સુરક્ષાનુ ઉદાહરણ છે. કિલ્‍લો દક્ષિણ અરવલ્‍લી પર્વતમાળા પાસે આવેલ છે.

પર્વતની તળેટી પર જૂનો કિલ્‍લો આવેલો છે. શિલ્‍પીઓ અને ગલિયારાઓએ સુંદર કોતરણી કરેલી છે. ઇડર શહેરની શરૂઆતમા સુંદર ઘડિયાળ ટાવર આવેલ છે અને તે સુંદર અર્ધવર્તુળાકાર ઘુમ્મટમા બનેલ છે. કિલ્‍લાનો અંત શહેરના વિસ્‍તારનો અંત દર્શાવે છે. રસ્‍તાની બંને બાજુ રંગબેંરંગી બજાર આવેલા છે.

૮) ધોરાજીનો કિલ્‍લો, રાજકોટ :– આ કિલ્‍લાનુ નિર્માણ ઇ.સ. ૧૭૫૫મા પૂર્ણ થયુ હતુ.તેના ચાર મુખ્‍ય પ્રવેશદ્વાર અને બીજા ત્રણ નાના પ્રવેશ દ્વારા છે. જે બારીના નામે ઓળખાય છે. ચાર મુખ્‍ય પ્રવેશદ્વાર પશ્ચિમમા કાઠિયાવાડી દરવાજો, પૂર્વમા પોરબંદર દરવાજો, ઉત્તરમા હલાર દરવાજો અને દક્ષિણમા જુનાગઢનો દરવાજો આવેલો છે. નાના દરવાજે દરબારી બારી, ભીમજી બારી અને સાતી બારી આવેલ છે.

ધોરાજી દરબાર ગઢ શહેરની ચોટી પર આવેલ છે અને તે દરબારી બારી પાસે આવેલ છે. દરવાજાની પાસે જુદી જુદી સ્થાપ્ત્ય શૈલીમા અંકીત કરાયેલા હાથીઓની કોતરણીવાળા ઝરૂખા કિલ્‍લાની સુંદરતામા વધારો કરે છે.
કિલ્‍લાની મધ્‍યમા સુંદર કોતરણી કામવાળો મુખ્‍ય દરવાજો આવેલો છે. આ કિલ્‍લાના દરબારગઢને સુંદર શિલ્‍પ અને કોતરણીથી સજાવવામા આવ્‍યો છે. અહી જુદા જુદા ચિત્રો, તરંગો, સિંહોના ચિત્રો, સંગીત, શિલ્‍પ દ્વારા સુંદરતામા વધારો કરવામા આવેલ છે. આ કિલ્‍લાની કોતરણી એ સુંદર ઘરેણાંની જેમ કરવામા આવેલી છે. આ કિલ્‍લાનુ સ્‍થાપત્‍ય ગોંડલના નવલખ મહેલ જેવુ છે