સ્વિટ્જરલેન્ડની એક સ્ત્રી છે, જેને ગુલાબી રંગ ખૂબ જ પસંદ છે અને તે હંમેશા ગુલાબી રંગના કપડા જ પહેરે છે. વ્યવસાયે એક શિક્ષક છે અને આ સ્ત્રીનું નામ ‘યાસ્મિન ચાર્લોટ’ છે, જે તેના ગુલાબી રંગ સાથેના વધુ પડતા પ્રેમને કારણે સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટી બની ગઈ છે. યાસ્મિનને ગુલાબી રંગથી એટલો પ્રેમ છે કે તે પોતાની પાસે જે વસ્તુઓ રાખે છે તે બધુ જ ગુલાબી રંગનુ હોય છે.
તેના ગુલાબી રંગ પ્રત્યે અત્યંત પ્રેમને કારણે જ શાળામાં બધા તેને ‘મિસ પિન્કી’ ના નામથી બોલાવે છે. યાસ્મિનનું ઘર, કપડાં, પગરખાં, પેન બધું જ ગુલાબી રંગનું છે. યાસ્મિન કહે છે કે તે વિશ્વની એક જ સ્ત્રી નથી, કે જેને કોઈ ખાસ રંગથી એટલો પ્રેમ છે. તે કહે છે કે કેટલીક સ્ત્રીઓ પોતાના ખાસ રંગના કારણે જ પ્રખ્યાત થઇ છે. જેમ કે લોસ એજિલ્સની મિસ સનશાઇન જેને પીળો રંગ ખૂબ જ પસંદ છે, જેના કારણે તે પ્રખ્યાત થઇ છે. ન્યૂયોર્કની એલિઝાબેથ ઇટન રોજેથલ ગ્રીન લેડીના નામથી પ્રખ્યાત હતી. તેને લીલો રંગ ખૂબ ગમતો હતો કે તેણે વાળ પણ લીલા રંગથી રંગાવ્યા હતા. એટલું જ નહીં, બોસ્નિયાના એક શહેરમાં રહેતી એક સ્ત્રીએ આખી જિંદગી લાલ કપડાં જ પહેર્યા હતા.
યાસ્મિનને નાનપણથી જ ગુલાબી રંગ પસંદ છે. જ્યારે માતાએ ગુલાબી રંગના કપડાં આપ્યા, ત્યારે તે આ રંગની ખૂબ દીવાની થઈ ગઈ હતી. 16 વર્ષની ઉંમરથી જ તેને ગુલાબી રંગની વસ્તુઓ ખરીદવાનો શોખ હતો. ત્યારપછી તેનો મંગેતર તેની આ પસંદગી માટે સંમત થઈ ગયો હતો. તે છેલ્લા 20 વર્ષથી ગુલાબી રંગના જ કપડાં પહેરે છે.
તેના મંગેતર સાથે લગ્ન કર્યા પછી, યાસ્મિને તેના નાના ઘરને સ્વર્ગ બનાવવા માટે ગુલાબી રંગથી શણગાર્યું હતું. વર્ષ 2019 માં તેનો ફ્લેટ ખરીદ્યો પછી, તેણે આ ઘરની દિવાલોથી લઇને પડદા, ફર્નિચર, ઘરની સજાવટની વસ્તુઓ, ક્રોકરી, કાર્પેટ અને ટુવાલ બધુ જ ગુલાબી રંગનું રાખ્યું હતું.
યાસ્મિનની દરેક વસ્તુઓ ગુલાબી રંગની છે. તેની પાસે 100 થી વધુ શેડમાં ગુલાબી રંગના બુટ છે, તેને તેના કપડાનો કબાટ પણ ગુલાબી રંગથી ભરી દીધો છે. તે કહે છે કે સારું છે કે સ્કૂલમાં તેને સતત ગુલાબી કપડાં પહેરવાનું કોઈ ના પાડતું નથી.