Homeજયોતિષ શાસ્ત્રગુરુવારના દીવસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો વિવાહિત જીવનમાં...

ગુરુવારના દીવસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો વિવાહિત જીવનમાં આવશે મુશ્કેલીઓ…

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, ગુરુવારે કેટલાક કામોને ભૂલથી પણ ન કરવા જોઈએ. ખરેખર, કેટલાક કાર્યો એવા છે જે આ દિવસે,  કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ દોષ આવે છે અને લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો જાણો ગરૂવારે ક્યાં કર્યો ન કરવા જોઈએ.

એવું માનવામાં આવે છે કે, ગુરુવારે મહિલાઓએ માથુ ન ધોવું જોઈએ. ઉપરાંત, આ દિવસે વાળ કાપવા જોઈએ નહીં. જો મહિલાઓ આમ કરે, તો તેમની કુંડળીમાં ગુરુ ગ્રહ દોષ આવે  છે, જેના કારણે તેમના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પતિ અને સંતાનોની પ્રગતિ પણ અટકી જાય છે.

ગુરુવારે કેળાનાં ફળનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. આ સાથે ગુરુવારે ઘરમાં વધુ વજનવાળા કપડાં ધોવા, વધારાનો કચરો ઘરમાંથી બહાર કાઢવો, ઘર સાફ કરવું જોઈએ નહીં. આમ કરવાથી પુત્રના શિક્ષણમાં અવરોધ આવે છે.

ગુરુવારે નખ કાપવા જોઈએ નહીં અને દાઢી કરાવવી જોઇએ નહીં. કારણ કે, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ આ કરે છે, તેમને દેવગુરુ બૃહસ્પતિ અશુભ પરિણામ આપે છે. વ્યક્તિની ઉંમર પર પણ તેની નકારાત્મક અસર પડે છે.

ગુરુવારે કેળાના ઝાડના મૂળમાં પાણી રેડવું જોઈએ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ગુરુના 108 નામોનો જાપ કરવો જોઈએ. આ કરવા ટૂંક સમયમાં જીવન સાથી મળી જાય છે, અને લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

બૃહસ્પતિ દેવને માટે પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેઓ પીળા રંગના પીતામ્બર પહેરે છે. તેથી તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુવારના દિવસે કેસર, ચંદન અથવા હળદરનું દાન કરવું ખૂબ જ શુભ છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments